business
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપના બે પ્રોજેક્ટ્સ માટે 83,700 ચોરસ ફૂટ વન જમીનને આપી મંજૂરી
મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપની કંપનીઓના બે મોટા પ્રોજેક્ટ્સ માટે આશરે 83,700 ચોરસ ફૂટ જેટલી વન જમીનના બિન-વનીય ઉપયોગ (ડાયવર્ઝન) માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારી અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ , રાયગઢ અને અમરાવતીમાં સ્થિત આ પ્રોજેક્ટ્સમાં અલીબાગ ખાતે પ્રસ્તાવિત સિમેન્ટ ટર્મિનલ માટે અનામત વન જમીન ઉપરાંત ચેરના જંગલો (મેંગ્રોવ) ધરાવતી જમીનનો પણ સમાવેશ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર , મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા સોમવારે ( 10 ઓગસ્ટ) આ અંગે બે અલગ-અલગ સરકારી પ્રસ્તાવ બહાર પાડવામાં આવ્યા હતા. આ મંજૂરીઓ હેઠળ અદાણી સિમેન્ટેશન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડને પોતપોતાના પ્રોજેક્ટ્સ માટે વન જમીનનો બિન-વનીય હેતુ માટે ઉપયોગ ...
Read full article on Khabarchhe