politics
ગોધરા નગરપાલિકા અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો:ગોધરા પાલિકા પરિસરમાં પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું; યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ તિરંગો ફરકાવ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સ્થિત નગરપાલિકા કાર્યાલય અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની અત્યંત ઉત્સાહપૂર્વક અને દેશભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા નગરપાલિકામાં રાષ્ટ્રધ્વજને આદરપૂર્વક સલામી અપાઈ ગોધરા નગરપાલિકા ખાતે પ્રમુખ જશોદાબેન પ્રજાપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને ગૌરવપૂર્ણ સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર સાગર પટેલ, ફાયર ઓફિસર, કોર્પોરેટરો તેમજ કર્મચારીઓએ દેશ માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રની અખંડિતતા અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપવાનો સંકલ્પ લીધો હતો. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કુલપતિના હસ્તે ધ્વજવંદન સંપન્ન બીજી તરફ, ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિસરમાં કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી બનવાના ઉત્સાહ સાથે પર્વની ઉજવણી કરી હતી.
Read full article on Divya Bhaskar