Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ

📰 Abp News 🕐 1 min read 📅 September 7, 2026 👁 2 views
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ

8th pay commission latest news: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને અત્યંત મહત્વના અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. 3 નવેમ્બર 2025 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની સત્તાવાર રચના કરવામાં આવી હતી. આ પંચને પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરીને સરકારને સોંપવા માટે 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદામાંથી હાલ 10 મહિના જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારે હવે પગાર પંચ સંપૂર્ણપણે 'એક્શન મોડ' માં આવી ગયું છે. કર્મચારીઓની માંગણીઓ અને સૂચનોને પ્રત્યક્ષ રીતે સાંભળવા માટે પંચે વિવિધ રાજ્યોની મુલાકાત લેવાનો સિલસિલો ઝડપી બનાવ્યો છે.

ચેન્નઈમાં મહત્વની બે દિવસીય બેઠક

આ કડીમાં, 8મા પગાર પંચે 7 સપ્ટેમ્બર 2026 થી ચેન્નઈની મહત્વપૂર્ણ બે દિવસીય મુલાકાત શરૂ કરી છે. 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ બેઠકોમાં પંચના સભ્યો વિવિધ કર્મચારી સંગઠનો અને મુખ્ય હિસ્સેદારો સાથે સીધી ચર્ચા કરશે. આ બેઠકોમાં કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં સુધારા અંગે તેમનાં સૂચનો અને ચિંતાઓ સાંભળવામાં આવશે. નોંધનીય છે કે, ચેન્નઈની આ મુલાકાત પહેલાં પગાર પંચે દિલ્હી, લદ્દાખ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા વિવિધ રાજ્યોનો પ્રવાસ ખેડીને ત્યાંના કર્મચારી મંડળો સાથે ફળદાયી ચર્ચાઓ પૂર્ણ કરી લીધી છે.

બેઠકના 4 મુખ્ય એજન્ડા

ચેન્નઈ ખાતે યોજાઈ રહેલી આ બેઠકમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની સંભાવના છે:

ફિટમેન્ટ ફેક્ટર: કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરવા માટેના આ સૌથી નિર્ણાયક માપદંડ પર વિસ્તૃત ચર્ચા.

પગાર અને પેન્શન સુધારણા: સેવારત કર્મચારીઓના વર્તમાન પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનના માળખામાં ફેરફાર.

ભથ્થાં: મોંઘવારી ભથ્થા (DA) સહિતના અન્ય ભથ્થાઓમાં સંભવિત વધારા અંગે રજૂઆતો.

કામકાજની સ્થિતિ: સરકારી કર્મચારીઓ માટે કાર્યસ્થળના વાતાવરણ (વર્કિંગ કન્ડિશન) માં જરૂરી સુધારા લાવવા અંગેનાં સૂચનો.

ફિટમેન્ટ ફેક્ટર અંગે શું છે ચર્ચા?

કર્મચારી વર્ગમાં હાલ સૌથી મોટી ચર્ચા 'ફિટમેન્ટ ફેક્ટર' અંગે ચાલી રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં એવા અંદાજો લગાવવામાં આવી રહ્યા છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર 2.15, 2.28 અથવા તો 2.57 રહી શકે છે. જોકે, અત્રે એ સ્પષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે કે સરકાર કે પંચ દ્વારા હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર કે ચોક્કસ પગાર વધારા અંગે કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો, 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 રાખવામાં આવ્યું હતું, જ્યારે 7મા પગાર પંચમાં તેને વધારીને 2.57 કરવામાં આવ્યું હતું. હવે સૌની નજર એ વાત પર છે કે 8મું પગાર પંચ કયા ગુણાંકની ભલામણ કરે છે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો પટાવાળાથી લઈને વર્ગ-1ના અધિકારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી

પગાર પંચનો આગામી કાર્યક્રમ

ચેન્નઈ મુલાકાત બાદ પણ 8મા પગાર પંચનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પંચ 9 સપ્ટેમ્બર 2026 ના રોજ પુડુચેરીની મુલાકાત લેશે. ત્યારબાદ 16 થી 18 સપ્ટેમ્બર 2026 દરમિયાન ચંદીગઢ ખાતે મહત્વની બેઠકો યોજાશે. આવતા મહિને, એટલે કે 7 અને 8 ઓક્ટોબર 2026 ના રોજ પંચ બેંગલુરુની મુલાકાત લેશે. આ તમામ રાષ્ટ્રવ્યાપી મુલાકાતો અને ચર્ચાઓના અંતે પંચ પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરશે. પંચની ભલામણો પર સરકારની અંતિમ મહોર લાગ્યા બાદ જ કર્મચારીઓના ખાતામાં પગાર વધારાનો લાભ પહોંચશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan