education
75 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ ગુજરાત યુનિવર્સિટીમાં તિરંગા યાત્રા:વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય ટાવરથી કલાશ્રી ભવન સામેના ગાર્ડન સુધી પદયાત્રા કરી
આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે 13 ઓગસ્ટના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય 'તિરંગા યાત્રા' યોજાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો. જગદીશ જોશીએ ફ્લેગ ઓફ કરાવીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં વિદ્યાર્થીઓએ 25-25 ફૂટના ત્રણ તિરંગા સાથે મળીને કુલ 75 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે રાખીને ઉત્સાહપૂર્વક પદયાત્રા કરી હતી. આ યાત્રામાં યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો, અધિકારીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યો, NSS સંયોજકો, પ્રોગ્રામ ઓફિસરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના શિશુનિકેતનના નાના બાળકો પણ ભારત માતા તેમજ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓની અદ્ભુત વેશભૂષા ધારણ કરીને યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા યુનિવર્સિટીના મુખ્ય ટાવર ખાતેથી શરૂ થઈને કે. એ. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, દાદાસાહેબના પગલા ચાર રસ્તા, સ્વામી વિવેકાનંદ શિક્ષણ સંકુલ, મહાત્મા ગાંધી પ્રવેશ દ્વાર અને EMRC થઈને યુનિવર્સિટી કેન્ટીન પાસે આવેલા કલાશ્રી ભવન સામેના ગાર્ડન ખાતે સંપન્ન થઈ હતી.
Read full article on Divya Bhaskar