top
બીમારીથી કંટાળી 72 વર્ષના વૃદ્ધનો આપઘાત:રાજકોટમાં અમૃત હેરીટેજ વિલામાં પંખા સાથે મફલર બાંધી જીવન ટૂંકાવ્યું
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી અમૃત હેરીટેજ વિલામાં રહેતા 72 વર્ષીય વૃદ્ધ ધરમશીભાઈ કેશાભાઈ અમીપરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં વૃધ્ધે ડાયાબિટીસ અને પગની બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે. રાજકોટના રેલનગર સ્થિત અમૃત હેરીટેજ વીલા બ્લોક નં.73માં રહેતા ધરમશીભાઈ અમીપરા નિવૃત્ત જીવન ગાળતા હતા અને મોડી રાત્રે તેમણે પોતાના ઘરના હોલમાં આવેલા પંખા સાથે મફલર બાંધી આપઘાત કરી લેતા પરિવારજનોએ 108ને બોલાવતા 108ના ઇએમટીએ તપાસી મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ પ્રદ્યુમનનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધરમશીભાઈ ત્રણ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી મોટા હોવાનું તથા તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે. તેઓ છેલ્લા લાંબા સમયથી પગના અસહ્ય દુખાવા અને ડાયાબિટીસ જેવી શારીરિક બીમારીઓથી પીડાતા હતા. બીમારીથી કંટાળીને જ તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Read full article on Divya Bhaskar