top
ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા:રોકડા રૂ. 91 હજાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબજે
ટંકારા તાલુકાના ગજડી ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત લોકોને ટંકારા પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ 1,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે, ગજડી ગામમાં બાળ મંદિર પાસે આવેલા ચોકમાં કાનજીભાઈ હીરાભાઈ ઝારીયા નામનો વ્યક્તિ અન્ય લોકોને ભેગા કરીને જાહેરમાં જુગાર રમી રહ્યો છે અને રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તરત જ સ્થળ પર રેડ કરી. આ દરમિયાન જુગાર રમતા સાત લોકોને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાનાભાઈ હીરાભાઈ ઝારીયા, હકાભાઈ છગનભાઈ ઝારીયા, રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ દેવાયતભાઈ ડાંગર, કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી, વિપુલભાઈ સવજીભાઈ ધોડાસરા, લાલજીભાઈ મેરામભાઈ ઝારીયા અને કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડીયાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જુગારના અડ્ડા પરથી રોકડા 91,000 રૂપિયા, પાંચ મોબાઇલ ફોન (જેની કિંમત 25,000 રૂપિયા) અને જુગારના આંકડા લખેલું પતકડું મળી કુલ 1,16,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ટંકારા પોલીસે તમામ સાત આરોપીઓ સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar