Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાટડીમાં ગૌ હત્યા કેસ: 7 લોકો સામે કાર્યવાહીની માંગ:હિન્દુ સમાજે રેલી કાઢી પ્રાંત, કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 8, 2026 👁 3 views
પાટડીમાં ગૌ હત્યા કેસ: 7 લોકો સામે કાર્યવાહીની માંગ:હિન્દુ સમાજે રેલી કાઢી પ્રાંત, કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યાં
પાટડીમાં ગૌ હત્યાના કેસમાં એક મહિલા સહિત કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના વિરોધમાં મંગળવારે હિન્દુ સમાજે મોટી સંખ્યામાં રેલી કાઢી હતી અને પ્રાંત કલેક્ટર તેમજ ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યા હતા. બે દિવસ પહેલા પાટડીના પઠાણવાસમાં રાત્રિના સમયે ગૌ હત્યા કરવામાં આવી હતી. આ સમાચાર ઝડપથી ફેલાતા હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારે પાટડી સહિત તાલુકાના હજારો હિન્દુ સમાજના લોકો દરબારી ચોકથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા. તેમણે પ્રાંત અધિકારી અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને ગેરકાયદેસર કતલખાના સંપૂર્ણપણે બંધ કરવાની માંગ કરી હતી. આ રેલીમાં સાધુ-સંતો, ગામના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. પાટડી નગરના તમામ વેપારીઓએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને આ રેલીને ટેકો આપ્યો હતો. પાટડી ડીવાયએસપી નિકુંજ પટેલે આપેલી માહિતી મુજબ, પોલીસે આ કેસના મુખ્ય આરોપી ઝહીર અબ્બાસ દાવલ બેલીમ (રહે. પાટડી, પઠાણ વાસ) સામે ગુનો નોંધ્યો છે. ઝહીર અબ્બાસે પોતાના ઘરે ગૌ વંશ લાવીને તેની કતલ કરી હતી. પોલીસે ત્યાં દરોડો પાડી વેટરનરી ડોક્ટરની મદદથી પંચનામું કર્યું હતું અને ગૌ વંશના સેમ્પલ FSLમાં મોકલ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં ઝહીર અબ્બાસ દાવલ બેલીમ ઉપરાંત સિકંદર ફકીર વોરા, સમીર સિકંદર વોરા, જોરાવર સિકંદર વોરા, રીઝવાનાબેન ઝહીર અબ્બાસ બેલીમ, મહંમદઅલી ઝહીર અબ્બાસ બેલીમ અને વારીશ ઝહીર અબ્બાસ બેલીમનો સમાવેશ થાય છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ તેજ કરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઈ એચ.એચ. ગોહિલ ચલાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan