Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

દુનિયાનું સૌથી મોંઘું ગાદલું, ભાવ 7 કરોડ રૂપિયા:તેને હાથથી તૈયાર કરવામાં લાગે છે 600 કલાક, ટોમ ક્રૂઝ સહિતની સેલિબ્રિટીઝની પસંદ, જાણો ખાસિયતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 1 views
દુનિયાનું સૌથી મોંઘું ગાદલું, ભાવ 7 કરોડ રૂપિયા:તેને હાથથી તૈયાર કરવામાં લાગે છે 600 કલાક, ટોમ ક્રૂઝ સહિતની સેલિબ્રિટીઝની પસંદ, જાણો ખાસિયતો
દુનિયાનું સૌથી મોંઘું ગાદલું સ્વીડનની હેસ્ટેન્સ કંપની બનાવે છે, જેને 174 વર્ષ પહેલાં 1852માં પેહર એડોલ્ફ જાનસન નામના વ્યક્તિએ શરૂ કરી હતી. આ કંપનીને આજે પણ તેમના વંશજો ચલાવી રહ્યા છે. કંપનીની વેબસાઇટ મુજબ, આજે તેઓ 13 પ્રકારના ગાદલા બનાવે છે, જેમાં સૌથી મોંઘો ગ્રાન્ડ વિવિડસ મોડેલ છે. તેની કિંમત €656,990 (લગભગ 7.3 કરોડ રૂપિયા) છે. ઘોડાના વાળનો ઉપયોગ આર્કિટેક્ચરલ ડાયજેસ્ટના એક રિપોર્ટ મુજબ, આ ગાદલાને સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવે છે, જેમાં 600 કલાક એટલે કે 25 દિવસનો સમય લાગે છે. તેની સૌથી મોટી ખાસિયત તેના અંદર ઉપયોગ થતી સામગ્રી છે. તેમાં કોઈ સિન્થેટિક ફોમના બદલે ઘોડાની પૂંછડીના વાળ, કોટન, ઊન અને ફ્લેક્સનો ઉપયોગ થાય છે. ઘોડાના વાળને સંપૂર્ણપણે નેચરલ પ્રોસેસ દ્વારા તેનો આકાર આપવામાં આવે છે, જેનાથી આ ગાદલાની અંદર નેચરલ સ્પ્રિંગની જેમ કામ કરે છે, જેનાથી શરીરના દરેક ભાગને ઉત્તમ સપોર્ટ મળે છે. ગાદલા પર 25 વર્ષની વોરંટી આ વાળની ખાસિયત એ હોય છે કે તે વેન્ટિલેશનનું કામ કરે છે, જેનાથી ગાદલામાં ભેજ જમા થતો નથી અને સૂતી વખતે શરીરનું તાપમાન એકદમ યોગ્ય જળવાઈ રહે છે. વળી, કોટન ગાદલાને મજબૂતી આપે છે, ઊન તેની લાંબી ઉંમર નક્કી કરે છે, જ્યારે ફ્લેક્સ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને બનવાથી રોકે છે. આ જ બધા કારણોસર કંપની આ ગાદલા પર પૂરા 25 વર્ષની વોરંટી આપે છે. 455 કિલોગ્રામ વજનનું ગાદલું કંપનીની વેબસાઇટ પરથી મળેલી માહિતી મુજબ, 180×210 સેન્ટિમીટર સાઇઝના આ બેડ સેટનું કુલ વજન 455 કિલોગ્રામ છે, જે કોઈ નાની કારના વજનના અડધા બરાબર છે. તેના પૂરા સેટની કુલ ઊંચાઈ 75 સેન્ટિમીટર છે, જેમાં 7 સેમીનું ટોપ ગાદલું, 27 સેમીનો મુખ્ય ગાદલું, 33 સેમીનો બેઝ અને ઇન્ટિગ્રેટેડ લેગ્સવાળો 8 સેમીનો ગ્રાન્ડ વિવિડસ પોડિયમ સામેલ છે. એટલું જ નહીં, આ બેડ સેટ સાથે આવતું હેડબોર્ડ પણ કોઈ રોયલ આર્ટવર્ક જેવું છે, આ વિશાળ હેડબોર્ડની ઊંચાઈ 145 સેન્ટિમીટર છે. પેડિંગ સાથે ફ્રેમની ઊંડાઈ 32 સેમી અને નીચેના વિંગની ઊંડાઈ 55 સેમી છે. કંપની તેને પગ (Legs) વગર સીધા ફ્લોર પર દીવાલના સહારે ટકાવીને રાખવાની સલાહ આપે છે. શાહી પરિવાર અને સેલિબ્રિટીઝની પસંદ હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ, પોપ ક્વીન બિયોન્સે અને પ્રખ્યાત રેપર ડ્રેક જેવી હસ્તીઓ અને ઘણા શાહી પરિવાર તેમની ઉત્તમ ઊંઘ માટે આ જ કંપનીના ગાદલાનો ઉપયોગ કરે છે. આજે, હેસ્ટન્સ 45થી વધુ દેશોમાં કામ કરે છે. દુનિયાભરની ઘણી લક્ઝરી હોટલોમાં તેના બેડ સારી ઊંઘ સુનિશ્ચિત કરે છે. ભારતમાં પણ મળે છે આ ગાદલું? હા, ભારતમાં તેમના કુલ 7 સ્ટોર્સ છે. દિલ્હીના ડિફેન્સ કોલોની અને એમજી રોડ પર તેના સ્ટોર્સ છે. વળી મુંબઈમાં રહેતા લોકો વર્લી સ્થિત તેમના આલીશાન સ્ટોર પર જઈને કસ્ટમાઇઝ્ડ સ્લીપ કન્સલ્ટેશન લઈ શકે છે. ------------------------------------- આ સમાચાર પણ વાંચો: એક અઠવાડિયામાં સોનું ₹4694 અને ચાંદી ₹8436 સસ્તી:10 ગ્રામ સોનું ₹1.55 લાખ પર આવ્યું, એક કિલો ચાંદી ₹2.35 લાખમાં વેચાઈ રહી છે સોના-ચાંદીના ભાવમાં આ અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 4,694 રૂપિયા ઘટીને 1.55 લાખ રૂપિયા થયો છે. આ પહેલા તે ગયા અઠવાડિયે એટલે કે 28 ઓગસ્ટે લગભગ 1.60 લાખ રૂપિયા પર હતો. જ્યારે ચાંદી 2.44 લાખ રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 2.35 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે, તેની કિંમત 8,436 રૂપિયા વધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan