top
આમ આદમી પાર્ટીના આગેવાનોને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા:પિયુષ પટેલ અને સર્જન વસાવાને 63 દિવસ બાદ રાહત, કાર્યકરોમાં ઉત્સાહ
આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકાના આગેવાન સર્જન વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. 63 દિવસ બાદ જામીન મળતા ભરૂચ જિલ્લાના AAP કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પિયુષ પટેલ અને સર્જન વસાવા સામે ઝઘડિયાની એક કંપનીમાં થયેલા મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં ત્યાં હાજર હતા, જેના કારણે તેમને સબજેલમાં મોકલી દેવાયા હતા. પિયુષ પટેલ અને સર્જન વસાવા છેલ્લા 63 દિવસથી જેલમાં હતા. હાઈકોર્ટના જામીનના નિર્ણયને AAPના કાર્યકરો માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. બંને આગેવાનોને જામીન મળતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે AAPના લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, પક્ષને ન્યાયિક પ્રક્રિયા અને બંધારણીય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે. ગુરજીએ આ સમયગાળા દરમિયાન સાથ આપનાર કાર્યકરો, સમર્થકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો અધિકાર છે. ન્યાય માટેનો સંઘર્ષ બંધારણીય અને લોકશાહી માર્ગે આગળ પણ ચાલુ રહેશે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ AAPના સ્થાનિક કાર્યકરો અને આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.
Read full article on Divya Bhaskar