Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

સાબર ડેરીની 62મી AGM: મીડિયાને પ્રવેશ નહીં:પશુપાલકો માટે જાહેરાત નહીં, ચેરમેન-સેક્રેટરીઓને મોંઘી ભેટ અપાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 27, 2026 👁 5 views
સાબર ડેરીની 62મી AGM: મીડિયાને પ્રવેશ નહીં:પશુપાલકો માટે જાહેરાત નહીં, ચેરમેન-સેક્રેટરીઓને મોંઘી ભેટ અપાઈ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો સાથે સંકળાયેલી સાબર ડેરીની 62મી વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ હતી. આ સભામાં મીડિયાને પ્રવેશ ન અપાતા અને ગણતરીની મિનિટોમાં સભા પૂર્ણ થઈ જતાં અનેક સવાલો ઊભા થયા છે. પશુપાલકો માટે કોઈ મોટી જાહેરાત ન થતાં નારાજગી જોવા મળી હતી, જ્યારે મંડળીના ચેરમેન અને સેક્રેટરીઓને મોંઘી ભેટ અપાઈ હોવાની ચર્ચાએ મામલો ગરમાવ્યો છે. સાબર ડેરીના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલી આ સભામાં ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નફો અને હિસાબો રજૂ થવાના હતા. સાબર ડેરી સાથે બંને જિલ્લાની આશરે 1800 દૂધ મંડળીઓ અને ત્રણ લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે. વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 1007 રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો. ગત 29 જૂને પશુપાલકોને 560 કરોડ રૂપિયાનો વાર્ષિક ભાવ ફેર પણ ચૂકવવામાં આવ્યો હતો. ત્યારે આજની સાધારણ સભામાં પશુપાલકો માટે કોઈ મહત્વની જાહેરાત થાય તેવી અપેક્ષા હતી, પરંતુ નિયામક મંડળ દ્વારા કોઈ નવી જાહેરાત કરવામાં આવી ન હતી. સાધારણ સભા શરૂ થાય તે પહેલાં જ મીડિયાને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો હતો. સાબર ડેરીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા મીડિયાકર્મીઓને ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. જાહેર હિસાબો અને પશુપાલકો સાથે જોડાયેલી મહત્વની સભામાં મીડિયાને પ્રવેશ ન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાવ ફેર સહિતના મુદ્દે સાબર ડેરીમાં વિવાદો થતા રહ્યા છે, ત્યારે કોઈ વિરોધ કે વિવાદ જાહેરમાં ન આવે તે માટે મીડિયાને દૂર રાખવામાં આવ્યું હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે. આ અંગે સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 62મી સાધારણ સભામાં પ્રથમવાર મંડળીઓના સેક્રેટરીઓને બોલાવવામાં આવ્યા હતા. ગુરુવારે યોજાયેલી આ સભામાં 1050 જેટલા ચેરમેન અને 900 જેટલા સેક્રેટરી હાજર રહ્યા હતા. મીડિયાના પ્રવેશ સામે નિયામક મંડળની પ્રણાલિકા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan