top
બે નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ ધમકાવી 62 હજાર પડાવ્યા:લાંભા બળિયાદેવ મંદિર બહાર યુવકને સાઈડમાં લઈ ગયા, 'તમે દેહવેપાર કરતી સ્ત્રી પાસે ગયા છો'બદનામ કરવાની ધમકી આપી
અમદાવાદમાં પોલીસના નામે તોડબાજી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ લાંભા બળિયાદેવ મંદિર પાસે દર્શનાર્થે ગયેલા વસ્ત્રાલના 40 વર્ષીય યુવકને રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી કોલર પકડી 'તમે દેહવેપાર કરતી સ્ત્રી પાસે ગયેલા છો અને સીસીટીવીમાં આવી ગયા છો.'તેવી ધમકી આપી બદનામ કરવાના બહાને ફોન પે મારફતે જુદી-જુદી દુકાનોમાં રૂ. 62 હજાર ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. આ અંગે યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોલર પકડી સાઈડમાં લઈ જઈ ક્રાઇમ બ્રાન્ચના પોલીસની ખોટી ઓળખ આપી મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વસ્ત્રાલમાં રહી નરોડાની ભારત ફાઉન્ડ્રીમાં નોકરી કરતા મહેશ યાદવ ગત 7 સપ્ટેમ્બરના સવારે લાંભા બળિયાદેવ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. મંદિરના બહાર નીકળવાના દરવાજા પાસે પહોંચતાં જ એક રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મહેશભાઈનો કોલર પકડી સાઈડમાં લઈ જઈ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ તરીકે આપી હતી. 'પરિવારને સીસીટીવી ફોટા બતાવી બદનામ કરીશું' બાદમાં તમે દેહ વ્યાપાર કરતી મહિલા પાસે ગયા હતા તમારે ક્રાઇમ બ્રાન્ચ આવવું પડશે નહીંતર ગુનો નોંધીને પરિવારને સીસીટીવી ફોટા બતાવી બદનામ કરીશું તેમ કહી સમાધાન પેટે નાણાની માગણી કરી હતી. રોકડા રૂપિયા ન હોવાથી આરોપીઓએ બળજબરીથી મહેશભાઈનું પાકીટ તપાસી તેમાંથી આધારકાર્ડ પોતાની પાસે રાખી લીધું હતું. ટ્રાન્સફર કરાવી દુકાનદાર પાસેથી રોકડ રકમ મેળવી લીધી ત્યારબાદ રિક્ષામાં બેસાડી નારોલ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં માર મારવાની ધમકી આપી અલગ અલગ દુકાનેથી કુલ રૂ. 62,620 ફોન પે સ્કેનર મારફતે ટ્રાન્સફર કરાવી દુકાનદાર પાસેથી રોકડ રકમ મેળવી પડાવી લીધી હતી. બાદમાં શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે યુવકે અજાણ્યા બે શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar