Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ધરમપુર કોલેજ મટકી ફોડ વિવાદમાં 6 આરોપીઓ જેલહવાલે:કાર્યક્રમ દરમિયાન દુકાનો-વાહનોમાં તોડફોડ અને હુમલો કર્યો હતો, કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
ધરમપુર કોલેજ મટકી ફોડ વિવાદમાં 6 આરોપીઓ જેલહવાલે:કાર્યક્રમ દરમિયાન દુકાનો-વાહનોમાં તોડફોડ અને હુમલો કર્યો હતો, કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
વલસાડના ધરમપુર સ્થિત વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક મારામારી થઈ હતી. આ કેસમાં પોલીસે વધુ 6 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષણાં આવેલો સગીર સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી છે. વલસાડ કોર્ટે તમામ 6 પુખ્ત આરોપીઓને શુક્રવાર સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. ધરમપુરની વનરાજ કોલેજમાં મટકી ફોડ સ્પર્ધા વખતે નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ કોલેજ કેમ્પસ તેમજ બહાર પાર્ક કરેલા વાહનો અને નજીકની દુકાનોમાં તોડફોડ કરી હતી. તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ધરમપુર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ અને હુમલાનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરમપુર પીઆઈ એન.ઝેડ. ભોયા અને LCB પીઆઈ એ.યુ. રોઝની ટીમોએ તપાસ ઝડપી બનાવી હતી. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને સગીર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓના નામ ઝડપાયેલા 6 આરોપીઓને વલસાડની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સગીરને બાળ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આ ગુનામાં વપરાયેલા હથિયારો, તોડફોડમાં સામેલ અન્ય શંકાસ્પદો અને તોફાન પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તપાસ ચાલુ રાખી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan