Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુશ્રુષા હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરાવવાના નામે ડોક્ટર સાથે છેતરપિંડી:દવા ફરિસ્તા કંપનીના પાર્ટનર સામે નવરંગપુરા પોલીસમાં ગુનો દાખલ, 59 લાખ પડાવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
સુશ્રુષા હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરાવવાના નામે ડોક્ટર સાથે છેતરપિંડી:દવા ફરિસ્તા કંપનીના પાર્ટનર સામે નવરંગપુરા પોલીસમાં ગુનો દાખલ, 59 લાખ પડાવ્યા
અમદાવાદના સી.જી. રોડ સ્થિત જાણીતી સુશ્રુષા હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરાવી મોટો નફો કરાવવાની લાલચ આપી એક પેથોલોજિસ્ટ તબીબ પાસેથી ₹59 લાખ પડાવી લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'દવા ફરિસ્તા લિમિટેડ' કંપનીના ભાગીદાર મિલંદ પરમારે હોસ્પિટલ ખરીદી રહ્યા હોવાની ખોટી ખાતરી આપી તબીબ સાથે કરાર કર્યા બાદ રકમ મેળવી લીધી હતી. બાદમાં હોસ્પિટલના મૂળ માલિકો સાથેનો સોદો રદ થતાં લેબોરેટરી બંધ કરાવી દેવાઈ હતી. ઠગાઈનો ભોગ બનેલા તબીબે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હોસ્પિટલ પોતે ખરીદવાના હોવાનો દાવો કર્યો સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વાસણા ખાતે લેબોરેટરી ચલાવતા 50 વર્ષીય ડૉ. તારક શાહ અન્ય હોસ્પિટલોમાં કામગીરી વિસ્તૃત કરવા માંગતા હતા. મે 2025માં તેમના મિત્ર મારફતે સુશ્રુષા હોસ્પિટલનું સંચાલન કરતા મિલંદ પરમાર સાથે તેમની મુલાકાત થઈ હતી. મિલંદે સી.જી. રોડ પર ટેલિફોન એક્સચેન્જની ગલીમાં આવેલી હોસ્પિટલ હાલ પોતે ભાડે ચલાવતા હોવાનું અને ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખરીદી લેવાના હોવાનું જણાવ્યું હતું. લેબોરેટરીથી મોટો નફો થશે તેવી લાલચ આપી 3 મે 2025ના રોજ 7 વર્ષ માટે MOU કરાયા હતા, જેમાં 3 વર્ષનો લોક-ઇન પિરિયડ અને ₹50 લાખની રિફંડેબલ ડિપોઝિટ નક્કી કરાઈ હતી. હોસ્પિટલની ડીલ રદ થતાં સંચાલકોએ લેબોરેટરી બંધ કરાવી કરાર મુજબ ડૉ. તારક શાહે ₹50 લાખના ત્રણ ચેક આપ્યા હતા, જેમાંથી આરોપીએ ₹34 લાખના બે ચેક વટાવી લીધા હતા. ત્યારબાદ જરૂરિયાત હોવાનું જણાવી વધુ ₹25 લાખ મેળવી કુલ ₹59 લાખ પડાવી લીધા હતા. આ દરમિયાન મૂળ હોસ્પિટલ સંચાલકોએ ડૉક્ટરનો સંપર્ક કરી જણાવ્યું હતું કે મિલંદ પરમાર સાથેની હોસ્પિટલ વેચાણની ડીલ કેન્સલ થઈ ગઈ છે. નવેમ્બર 2025માં હોસ્પિટલ સંચાલકોએ લેબોરેટરી પણ બંધ કરાવી દીધી હતી. નાણાં પરત માંગતા આરોપીએ ગલ્લાંતલ્લાં કરતાં અંતે ડૉક્ટરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan