Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

📰 Abp News 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી

Post Office FD returns 2026: જો તમે તમારી બચત પર બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવું જ એકદમ સુરક્ષિત વળતર ઈચ્છતા હોવ, પણ બેંકમાં પૈસા મૂકવા ન માંગતા હોવ, તો પોસ્ટ ઓફિસની 'ટાઈમ ડિપોઝિટ' (Time Deposit - TD) સ્કીમ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ સ્કીમમાં તમે 1 થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે રોકાણ કરી શકો છો, જેના પર સરકાર દ્વારા ખૂબ જ આકર્ષક વ્યાજ દરો આપવામાં આવે છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ આ સ્કીમના ફાયદા અને વળતરનું સંપૂર્ણ ગણિત.

બેંક FD કરતા આ સ્કીમ કેવી રીતે અલગ છે?

બેંકોના FD ના વ્યાજ દરો રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટ પર આધારિત હોય છે, જેથી તેમાં વારંવાર ફેરફાર થતો રહે છે. પરંતુ, પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં એકવાર તમે જે વ્યાજ દરે રોકાણ કરી દીધું, તે છેક સુધી જળવાઈ રહે છે. આ સ્કીમની બીજી ખાસ વાત એ છે કે આમાં વ્યાજની ગણતરી દર ત્રણ મહિને (ત્રિમાસિક ચક્રવૃદ્ધિ દરે) થાય છે, પણ તે વ્યાજ તમારા ખાતામાં વાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે. વધુમાં, જો તમને પૈસાની અચાનક જરૂર પડે, તો અમુક શરતોને આધીન સમય કરતા પહેલા પણ પૈસા ઉપાડવાની (Premature Withdrawal) સુવિધા મળે છે.

રોકાણના નિયમો અને ટેક્સ બેનિફિટ

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે માત્ર 1,000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો (રકમ 100 ના ગુણાંકમાં હોવી જરૂરી છે). આમાં વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ જ મર્યાદા નથી, તમે ઈચ્છો તેટલી રકમ જમા કરાવી શકો છો. સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે 5 વર્ષના સમયગાળા માટે આ સ્કીમમાં પૈસા રોકો છો, તો તમને ઇન્કમટેક્સ એક્ટની કલમ 80C હેઠળ ટેક્સ બચાવવાનો શાનદાર લાભ પણ મળે છે.

સમયગાળા મુજબ કેટલું મળે છે વ્યાજ?

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં તમે જેટલા વર્ષ માટે પૈસા રોકો છો, તે મુજબ વ્યાજ દર અલગ-અલગ નક્કી કરાયા છે. જે નીચે મુજબ છે:

1 વર્ષ માટે: 6.9%

2 વર્ષ માટે: 7.0%

3 વર્ષ માટે: 7.1%

5 વર્ષ માટે: 7.5%

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!

જો 5,00,000 રૂપિયા રોકો તો કેટલું વળતર મળશે?

હવે સમજીએ કે જો તમે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં એકસાથે 5,00,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો સમયગાળા મુજબ તમને મેચ્યોરિટી પર કેટલી રકમ પાછી મળશે:

1 વર્ષનું રોકાણ: જો તમે 1 વર્ષ માટે પૈસા રોકો છો, તો 6.9% ના વ્યાજ દર મુજબ તમને 33,301 રૂપિયા માત્ર વ્યાજ પેટે મળશે. એટલે કે 1 વર્ષ પછી તમારી કુલ પરિપક્વતા (મેચ્યોરિટી) રકમ 5,33,301 રૂપિયા થઈ જશે.

3 વર્ષનું રોકાણ: જો આ રોકાણ 3 વર્ષ માટે કરવામાં આવે, તો 7.1% ના દરે તમને કુલ 1,17,538 રૂપિયાનું વ્યાજ મળશે. આમ, 3 વર્ષ પૂરા થતા તમને કુલ 6,17,538 રૂપિયા પાછા મળશે.

5 વર્ષનું રોકાણ: જો તમે લાંબા ગાળાનું એટલે કે 5 વર્ષનું રોકાણ પસંદ કરો છો, તો 7.5% ના શાનદાર વ્યાજ દર લેખે તમને 2,24,974 રૂપિયાનું જંગી વ્યાજ મળશે. આ રીતે, 5 વર્ષને અંતે તમારી કુલ રકમ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan