Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

5000 ની SIP 5 વર્ષ ચલાવો તો કેટલા મળશે? જાણો લાર્જ, મિડ અને સ્મોલકેપ ફંડનું ગણિત

📰 Abp News 🕐 1 min read 📅 August 29, 2026 👁 4 views
5000 ની SIP 5 વર્ષ ચલાવો તો કેટલા મળશે? જાણો લાર્જ, મિડ અને સ્મોલકેપ ફંડનું ગણિત

5000 SIP return 5 years: રોકાણની દુનિયામાં એન્ટ્રી કરતાં જ સૌ કોઈ તમને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) શરૂ કરવાની સલાહ ચોક્કસ આપશે. મિત્રો કે સગાસંબંધીઓ ઘણીવાર પૂછતા હોય છે કે 3, 5 કે 10 વર્ષ સુધી સતત રોકાણ કરીએ તો ભવિષ્યમાં કેટલા પૈસા ભેગા થાય. પરંતુ બજારની હાલની સ્થિતિ જોતાં 5 વર્ષ પછી તમારા ખિસ્સામાં ખરેખર કેટલા રૂપિયા આવશે તેનું સાચું ગણિત સમજવું ખૂબ જ જરૂરી છે.

છેલ્લા 2 વર્ષમાં શેરબજારમાં અપેક્ષા મુજબનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો નથી, જેના કારણે ઘણા રોકાણકારોની કમાણી ધાર્યા મુજબ વધી નથી. બજાર ડાઉન હોય ત્યારે ઊંચા વળતરની અપેક્ષાઓ ઘણીવાર પૂરી થતી નથી. છતાં, જો તમે શિસ્તબદ્ધ રીતે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ ચાલુ રાખો છો, તો અલગ-અલગ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડ્સમાં 5 વર્ષ પછી તમારું ફંડ કેટલું મોટું થઈ શકે છે તેનું ચોક્કસ આકલન અહીં આપેલું છે.

લાર્જ કેપ ફંડ: 10 થી 12% વળતરનો અંદાજ

જો તમે બજારના ઉતાર-ચઢાવ સામે સુરક્ષિત રમત રમવા માંગતા હો, તો દેશની ટોચની કંપનીઓમાં રોકાણ કરતું લાર્જ કેપ ફંડ સારો વિકલ્પ છે. આ ફંડ્સમાં લાંબા ગાળે સરેરાશ 10 થી 12% વળતરની અપેક્ષા રાખવામાં આવે છે.

જો તમને 10% ના દરે વળતર મળે, તો 5,000 રૂપિયાની SIP 5 વર્ષ પછી 3,85,859 રૂપિયા થઈ જશે.

જો બજાર સારો સાથ આપે અને વળતર 12% રહે, તો આ રકમ વધીને 4,05,518 રૂપિયા થશે.

મિડ કેપ ફંડ: 12 થી 15% વળતરની આશા

થોડું વધુ રિસ્ક લેવાની તૈયારી હોય તો મિડલ લેવલની કંપનીઓ (મિડ કેપ ફંડ્સ) 12 થી 15% સુધીનું રિટર્ન આપી શકે છે.

જો કોઈ મિડ કેપ ફંડ 5 વર્ષના ગાળામાં સરેરાશ 15% નું રિટર્ન જનરેટ કરે છે, તો તમારી એકઠી થયેલી કુલ રકમ 4,36,710 રૂપિયા થશે.

આ 4,36,710 રૂપિયામાં તમારી રોકેલી મૂડી પર મળેલો ચોખ્ખો નફો (વ્યાજ) 1,36,710 રૂપિયા જેટલો હશે.

આ પણ વાંચોઃ માત્ર ₹100 થી શરૂ કરો SIP: 10-30-50 નિયમથી નિવૃત્તિ પછી બનશે કરોડોનું ભંડોળ!

સ્મોલ કેપ ફંડ: 20 થી 25% નું આકર્ષક વળતર

નાની કંપનીઓમાં રોકાણ કરતા આ ફંડ્સમાં જોખમ સૌથી વધુ છે, પણ વળતર પણ એટલું જ તોફાની મળી શકે છે. સામાન્ય રીતે રોકાણકારો અહીં 20 થી 25% રિટર્નની ગણતરી રાખતા હોય છે.

20% ના વળતર પ્રમાણે તમારી 5,000 રૂપિયાની SIP પાંચ વર્ષને અંતે 4,93,520 રૂપિયાનું ભંડોળ ઊભું કરશે.

જો તમારું સ્મોલ કેપ ફંડ 25% ની શાનદાર સપાટીએ રિટર્ન આપે, તો તમને પૂરા 5,56,833 રૂપિયા મળશે.

રોકાણ માટે કયું ફંડ પસંદ કરવું તે સંપૂર્ણપણે તમારી જોખમ ઉઠાવવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. લાર્જ કેપ ફંડમાં શેરબજારનું જોખમ સૌથી ઓછું હોય છે, અને જો માર્કેટ તૂટે તો પણ તેમાં રિકવરી ખૂબ ઝડપથી આવે છે. મિડ કેપમાં મધ્યમ જોખમ રહેલું છે. પરંતુ સ્મોલ કેપમાં રોકાણ કરતી વખતે માનસિક રીતે તૈયાર રહેવું પડે છે, કારણ કે તેમાં જોખમનું પ્રમાણ સૌથી ઊંચું છે. ક્યારેક 2 વર્ષના ટૂંકા ગાળા માટે તે ઘણું ઓછું કે નકારાત્મક (નેગેટિવ) વળતર પણ આપી શકે છે.

આવા બજારના જોખમોને પહોંચી વળવા માટે જ ફાઇનાન્શિયલ નિષ્ણાતો હંમેશા તમારા પોર્ટફોલિયોને ડાઇવર્સિફાય (વિવિધ ફંડ્સમાં વહેંચવા) કરવાની અને બજારની રોજબરોજની વધઘટથી ગભરાયા વિના લાંબા ગાળા માટે રોકાણ જાળવી રાખવાની ભલામણ કરે છે.

(નોંધ: કોઈપણ શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડી રોકતા પહેલા તમારા વ્યક્તિગત નાણાકીય સલાહકારનું માર્ગદર્શન અવશ્ય લેવું.)

આ પણ વાંચોઃ રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan