Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

5 વખત ટેન્ડર નિષ્ફળ ગયા બાદ આખરે સુરત મનપાને સફળતા:ગાર્ડન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટથી 7 સ્થળોએ નિકાલ થશે અને પાલિકાને વાર્ષિક લાખોની કમાણી મળશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
5 વખત ટેન્ડર નિષ્ફળ ગયા બાદ આખરે સુરત મનપાને સફળતા:ગાર્ડન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટથી 7 સ્થળોએ નિકાલ થશે અને પાલિકાને વાર્ષિક લાખોની કમાણી મળશે
સુરત મહાનગરપાલિકા માટે લાંબા સમયથી ચિંતાનો વિષય બનેલા ગાર્ડન વેસ્ટના નિકાલનો પ્રશ્ન આખરે સફળતાપૂર્વક ઉકેલાઈ ગયો છે. શહેરના બગીચાઓમાંથી દરરોજ નીકળતા અંદાજે 50 મેટ્રિક ટન ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે પાલિકા દ્વારા અગાઉ પાંચ વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય એજન્સી ન મળવાને કારણે પ્રક્રિયા નિષ્ફળ રહી હતી. જોકે, છઠ્ઠા પ્રયાસમાં 'ડી.એચ.પટેલ એલએલપી'નું ટેન્ડર મળતા પ્લાન્ટ સ્થાપવાનો રસ્તો સાફ થયો છે. કુલ 7 સ્થળો પર ગાર્ડન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એજન્સી સાથે કરવામાં આવેલી વાટાઘાટો બાદ રોયલ્ટીની રકમ પ્રતિ મેટ્રિક ટન 125 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે આગામી વર્ષોમાં વધીને 139 રૂપિયા સુધી પહોંચશે. આ યોજના અંતર્ગત રોજનો 50 મેટ્રિક ટન કચરો પ્રોસેસ થવાથી સુરત મહાનગરપાલિકાને દૈનિક 6,250 રૂપિયા લેખે વાર્ષિક અંદાજે 22.81 લાખ રૂપિયાની રોયલ્ટી આવક થશે. કચરાના યોગ્ય નિકાલ માટે પાલિકા દ્વારા જહાંગીરાબાદ, ભીમરાડ, ભેસ્તાન, ડિંડોલી, ભરથાણા-કોસાડ, ગોઠાણ રોડ અને વરિયાવ એમ કુલ 7 સ્થળો પર ગાર્ડન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નકામો ગણાતો કચરો હવે પાલિકાની તિજોરી માટે આવકનું સાધન આ પ્લાન્ટ્સ માટે પાલિકા દ્વારા ખાનગી એજન્સીને વાર્ષિક ચોરસ મીટરદીઠ માત્ર એક રૂપિયાના નજીવા ભાડે જમીન ફાળવવામાં આવશે. સુરત પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા આ મહત્વપૂર્ણ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે, અને હવે ટૂંક સમયમાં એજન્સી સાથે કરાર સહિતની આગળની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી માત્ર સુરત શહેરના ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલની સમસ્યા કાયમ માટે હલ થશે નહીં, પરંતુ અત્યાર સુધી નકામો ગણાતો કચરો હવે પાલિકાની તિજોરી માટે આવકનું એક નવું અને સશક્ત સાધન પણ બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan