Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરત નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા હવે હાઈટેક:ગાર્ડ્સને 5 કિમી રેન્જવાળા 15 મોટોરોલા વોકી-ટોકી અપાઈ, ઘર્ષણ કે ઈમરજન્સીમાં સેકન્ડોમાં મેસેજ પહોંચશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
સુરત નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા હવે હાઈટેક:ગાર્ડ્સને 5 કિમી રેન્જવાળા 15 મોટોરોલા વોકી-ટોકી અપાઈ, ઘર્ષણ કે ઈમરજન્સીમાં સેકન્ડોમાં મેસેજ પહોંચશે
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરત નવી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ કે સગાંઓ વચ્ચે થતી બોલાચાલી, અણબનાવ કે ઈમરજન્સી પરિસ્થિતિમાં ત્વરિત સંકલન સાધી શકાય તે માટે સુરક્ષા એજન્સી દ્વારા ગાર્ડ્સને મોટોરોલા કંપનીની 15 અત્યાધુનિક વોકી-ટોકી ફાળવવામાં આવી છે. તબીબી અધિક્ષક ડૉ. પારૂલ વડગામાના માર્ગદર્શન અને RMO ડૉ. કેતન નાયકના સંકલન હેઠળ આ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. આગામી દિવસોમાં સુરક્ષા કાફલાને વધુ 10 વોકી-ટોકી અપાશે. ત્રણ મોટી ઇમારતો વચ્ચે નેટવર્કની સમસ્યાનો અંત નવી સિવિલ હોસ્પિટલનું કેમ્પસ વિશાળ છે અને અહીં ત્રણ અલગ-અલગ બિલ્ડિંગ્સ કાર્યરત છે. ઘણી વખત બેઝમેન્ટ, ઓપરેશન થિયેટર કે અંદરના વોર્ડ્સમાં મોબાઈલ કવરેજ ન મળવાને કારણે અથવા ફોન વ્યસ્ત આવવાને કારણે ગાર્ડ્સ વચ્ચે ઝડપી સંવાદ શક્ય બનતો નહોતો. આ નવી વાયરલેસ સિસ્ટમથી 24 કલાક નેટવર્કની ખામી વગર એકબીજા સાથે વગર વિલંબે સંપર્ક સાધી શકાશે, જેનાથી કોઈપણ સંકટ સમયે સુરક્ષાકર્મીઓ ગણતરીની સેકન્ડોમાં ઘટનાસ્થળે પહોંચી શકશે. 5 કિમીની રેન્જ, મજુરા ગેટથી સ્ટેમ સેલ બિલ્ડિંગ સુધી કવરેજ સિવિલના સિક્યોરિટી ઇન્ચાર્જ આર.કે. સિંઘના જણાવ્યા અનુસાર, ફાળવવામાં આવેલી વોકી-ટોકી 5 કિલોમીટર સુધીની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમથી મુખ્ય બિલ્ડિંગના બેઝમેન્ટથી લઈને ટેરેસ સુધી અને સ્ટેમ સેલ બિલ્ડિંગથી લઈને મજુરા ગેટ સુધીનો સમગ્ર વિસ્તાર કવર થઈ જશે. વ્યૂહાત્મક સ્થળો પર તૈનાત ગાર્ડ્સ સીધા સિક્યોરિટી ઇન્ચાર્જના સંપર્કમાં રહેશે. સંવેદનશીલ પોઈન્ટ્સ પર ખાસ ફોકસ ઇમરજન્સી વિભાગ, ઓપરેશન થિયેટર (OT), ઇમરજન્સી ગેટ, હોસ્પિટલનો મેઈન ગેટ અને સ્ટેમ સેલ બિલ્ડિંગ ખાતે તૈનાત ગાર્ડ્સને વોકી-ટોકી અપાઈ છે. ગેટ પર કોઈ બબાલ થાય કે વોર્ડમાં તાત્કાલિક સુરક્ષાની જરૂર પડે તો ગેટ પરનો ગાર્ડ તરત સિક્યોરિટી કંટ્રોલને જાણ કરશે. સિવિલના ઉચ્ચ અધિકારીઓ જ્યારે રાઉન્ડ પર હોય ત્યારે પણ સુરક્ષા ગાર્ડ્સ જરૂરી સૂચનાઓ અને માહિતી રીઅલ-ટાઇમમાં પાસ કરી શકશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan