Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

40થી 50 હજાર ફોન કોલ્સ તપાસીને 2 આરોપીને દબોચ્યા:પોલીસ જાપ્તામાંથી ધક્કો મારીને 11 વર્ષથી ફરાર નકલી ચલણી નોટોના બે આરોપી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાંથી ઝડપાયા, 2900 કિમી કાપ્યા, વેશપલટો પણ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
40થી 50 હજાર ફોન કોલ્સ તપાસીને 2 આરોપીને દબોચ્યા:પોલીસ જાપ્તામાંથી ધક્કો મારીને 11 વર્ષથી ફરાર નકલી ચલણી નોટોના બે આરોપી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાંથી ઝડપાયા, 2900 કિમી કાપ્યા, વેશપલટો પણ કર્યો
વર્ષ 2015માં વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં 1.15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે ઝડપાયા બાદ પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન પોલીસને ધક્કો મારી ફરાર થયેલા બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 11 વર્ષ બાદ શોધી કાઢ્યા છે. એક આરોપીને પશ્ચિમ બંગાળના માલદામાંથી જ્યારે બીજા આરોપીને મહારાષ્ટ્રના પનવેલ ખાતેથી ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓને વડોદરા લાવીને આગળની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યા છે. વર્ષ 2015માં મહમદસાહેબ અંજારૂલ હક, મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ તથા વોન્ટેડ આરોપી વહિદઉર શેખે આર્થિક લાભ મેળવવાના હેતુથી 1,000 રૂપિયાના દરની .1.15 લાખ રૂપિયાની કિંમતની કુલ 115 બનાવટી ચલણી નોટો, તેમજ બનાવટી નોટો વટાવી મેળવેલા 4,000 રૂપિયા, એક મોબાઇલ ફોન અને બેગ સહિતનો મુદ્દામાલ સાથે બાજવા વિસ્તારમાંથી ઝડપાયા હતા. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ દરમિયાન બંને આરોપીઓને કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો. તા.22 ડિસેમ્બર, 2015ના રોજ પોલીસ બંને આરોપીઓને સાથે રાખીને પશ્ચિમ બંગાળના માલદા ખાતે તપાસ માટે જવાની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન સવારે આશરે 5.30 વાગ્યે આરોપીઓએ કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું. પોલીસ કર્મચારીએ તેમને બહાર કાઢતા આરોપી મહમદસાહેબ અંજારૂલ હકે પોલીસને ધક્કો મારી નાસી છૂટ્યો હતો, જ્યારે મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ પણ લોકઅપમાંથી નાસી ગયો હતો. આ બનાવ અંગે બંને સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધાયો હતો. બંને આરોપીઓ છેલ્લા 11 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરો એસ.એમ. ગામેતી, ડી.જે. ચુડાસમા અને આર.એસ. ગોહીલની દોરવણી હેઠળ PSI બી.વી. ગોહીલ તથા ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આશરે 40થી 50 હજાર મોબાઇલ નંબરની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં એક આરોપી પશ્ચિમ બંગાળના માલદા ખાતે અને બીજો આરોપી મહારાષ્ટ્રના પનવેલ ખાતે હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો બનાવવામાં આવી હતી. એક ટીમ પશ્ચિમ બંગાળના માલદા ખાતે અને બીજી ટીમ મહારાષ્ટ્રના પનવેલ ખાતે રવાના કરવામાં આવી હતી. માલદા પહોંચેલી ટીમે આશરે 2,400 કિલોમીટરનું અંતર રેલવે, બસ અને સ્થાનિક વાહનો મારફતે આશરે 40 કલાકમાં કાપ્યું હતું. બીજી ટીમે આશરે 500 કિલોમીટરનું અંતર કાપીને પનવેલ ખાતે તપાસ હાથ ધરી હતી. બંને ટીમોએ સ્થાનિક લોકો સાથે ભળી જઈ ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરી હતી. આખરે માલદામાંથી મહમદસાહેબ અંજારૂલ હક (ઉં.વ. 33) અને પનવેલ, રાયગઢ, મહારાષ્ટ્રમાંથી મહમંદઅનારૂલ અફરાઝુલ શેખ (ઉં.વ. 23)ને શોધી કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અને ખાતરી તપાસમાં બંને આરોપીઓ વર્ષ 2015ના બનાવટી ચલણી નોટોના ગુનામાં તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બંનેને વડોદરા લાવી જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan