crime
રામાપીરની શોભાયાત્રામાં વીજ કરંટ લાગતા 4 બાળક સહિત 9ને ઇજા:ધ્વજ ઊંચે લઈ જતી વખતે વાયરને અડી ગયો, વાઘોડિયાના સિકંદરાપુરા ગામ નજીકનો બનાવ
વડોદરાના સિકંદરપુરા ગામ ખાતે રામાપીરના નેજાના ધાર્મિક ઉત્સવ દરમિયાન એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. ઉત્સવની ભક્તિમય અને ઉત્સાહ.ભેર વાતાવરણ વચ્ચે અચાનક 9 જેટલા શ્રદ્ધાળુને વીજ કરંટ લાગ્યો હતો. રામાપીરના નેજાની શોભાયાત્રા દરમિયાન નેજો અથવા ધ્વજ ઊંચે લઈ જતી વખતે વીજળીના જીવંત વાયર સાથે તેનો સંપર્ક થઈ જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. વીજ કારણે લાગતા અફરાતફરીનો માહોલ વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામ નજીક ઉત્સાહભેર રામાપીરની નેજાની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓની ધજા વીજ વાયરને અડકી જતા કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાની સાથે જ ઘટનાસ્થળે ભારે દોડધામ, અફરાતફરી અને ચીસિયારીઓનો માહોલ સર્જાઈ ગયો હતો. ધાર્મિક પ્રસંગમાં હાજર રહેલા મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓમાં ગભરાટ અને ઊંડી ચિંતાની લાગણી ફરી વળી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાન વિરેન્દ્રસિંહ બાપુ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે વીજ કરંટનો ભોગ બનેલા યુવાનોની શારીરિક સ્થિતિ અંગે સ્થળ પર જ વિગતો મેળવી હતી અને ઈજાગ્રસ્તોને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નજીકની હોસ્પિટલમાં ખસેડવા તથા સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વાહનોની વ્યવસ્થા ગોઠવી હતી. ઇજાગ્રસ્તની યાદી રાજકીય અને સામાજિક અગ્રણીઓ દોડી આવ્યા આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. યુવા મોરચા પ્રમુખ હિરેન્દ્રસિંહ, તાલુકા ભાજપ પ્રમુખ જૈમીન પટેલ, મધ્ય ઝોન પ્રભારી રોહિતભાઈ બારોટ તેમજ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના તમામ આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. તમામ હોદ્દેદારો અને આગેવાનોએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત યુવાનોની સારવાર માટે જરૂરી તબીબી તજવીજ હાથ ધરાવી હતી. જિલ્લામાં વીજકરંટ લાગવાની બે ઘટના બની આ વીજ કરંટની હોનારતને કારણે નેજાના કાર્યક્રમમાં થોડા સમય માટે દોડધામ અને શોકનો વાતાવરણ છવાઈ ગયું હતું. હાલ તમામ ઈજાગ્રસ્ત યુવાનોને યોગ્ય તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના બાદ ગામજનો, આગેવાનો અને ભક્તો દ્વારા ઈજાગ્રસ્ત તમામ યુવાનો ઝડપથી સાજા થઈને ઘરે પરત ફરે તેવી રામાપીરના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવી રહી છે.આ અગાઉ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પણ વીજ કારણે લાગવાની ઘટના બની હતી જેમાં બે વ્યક્તિઓ પૈકી એકની હાલત ગંભીર છે.
Read full article on Divya Bhaskar