top
મોરબીમાં 4 જગ્યાએ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:3 મહિલાઓ સહિત 24 લોકોને ઝડપ્યા, કુલ 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી શહેર, માળીયાના જૂના દેવગઢ અને વાંકાનેરના કોટડાનાયાણી ગામમાં જુગાર અંગે કુલ ચાર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં ત્રણ મહિલાઓ સહિત કુલ 24 લોકોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 1.34 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 10-11 વચ્ચે આવેલા એક વાડામાં પોલીસે દરોડો પાડ્યો હતો. અહીંથી પરેશ મનહરલાલ પાટડીયા, વિપુલ ખેંગાર ખીંટ, રમેશ દેવા લામકા, નીતિન નાગજી બજાણીયા, ભાલુ રતા ખીટ, કાનજી રામજી પરમાર, રવિ દેવા રાઠોડ અને આર્યન ભાલુ ખીટ જુગાર રમતા પકડાયા હતા. પોલીસે તેમની પાસેથી 47,990 રૂપિયા રોકડા અને 58,500 રૂપિયાની કિંમતના સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. કુલ 1,06,490 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીમાં કબીર ટેકરી પાસે આવેલા રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા લોકોને પકડવામાં આવ્યા હતા. અહીંથી વિશાલ ધીરજ અગેચાણીયા, શીવા વીરજી ડોડીયા, જયેશ શામજી અગેચાણીયા, યોગેશ મગન વાઘાણી, અલ્પાબેન મનસુખ લાલવાણી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુ અબાસણીયા અને સુનીતાબેન નીતિન અગેચણીયાની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની પાસેથી 14,700 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ કેસ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. માળીયા મીયાણા તાલુકાના જૂના દેવગઢ ગામમાં મોમાઈ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગારનો દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી મેઘા લાભુ પીપળીયા, ગણેશ વજા સુરાણી, મુન્ના ગગજી રાઠોડ, અશોક રૂપા ધોળકિયા અને રોહિત ગોગા પીપળીયા જુગાર રમતા ઝડપાયા હતા. તેમની પાસેથી 6,700 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા હતા. આ અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વાંકાનેરના કોટડાનાયાણી ગામમાં દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી સલીમ આમદ ઠેબા, સત્તા કડવા વરુ, મનસુખ જકશી સોલંકી અને પોપટ બોદુ કાતીયારને પકડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 6,480 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ કેસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar