top
લીંબડી-ચોટીલા હાઈવે પર એક કરોડથી વધુનો દારૂ પકડાયો:31,452 બોટલ સાથે ટ્રક ચાલક ઝડપાયો, કુલ 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પરથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાસ્કા બોડીયા ગામના પુલ પાસે હાઈવે પરથી કન્ટેનર ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવાયો છે. બાતમીના આધારે સફળ દરોડો બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર રાસ્કા બોડીયા ગામના પુલ પાસે શંકાસ્પદ કન્ટેનર ટ્રકને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 31,452 કાચની સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલો મુદ્દામાલ વિદેશી દારૂ: રૂ. 1,00,93,980 (31,452 બોટલ) કન્ટેનર ટ્રક: રૂ. 25,00,000 મોબાઈલ ફોન: રૂ. 20,000 (બે નંગ) વધારાની વસ્તુઓ: બે નંબર પ્લેટ કુલ મુદ્દામાલ: રૂ. 1,26,13,980 ટ્રકચાલક ઝડપાયો, અન્ય ફરાર પોલીસે ટ્રક ચાલક જુજારામ રીડમલરામ ગોદારા જાટ (રહે. પુરાવા ગામ, તાલુકો: ધોરીમના, જિલ્લો: બાલોતરા, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં ટ્રકનો માલિક, નાસિકનો રમેશકુમાર (દારૂનો જથ્થો મોકલનાર) અને દારૂ મંગાવનાર અજાણ્યો શખસ હાલ ફરાર છે. પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ની સરાહનીય કામગીરી હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ બોરીયાને મળેલી ચોક્કસ બાતમીથી આ દરોડાની સફળ કાર્યવાહીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તેમજ હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, કુલદીપ બોરીચા, સરદારસિંહ બારડ, ભરત સભાડ, મેહુલ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ પરમાર સહિતની ટીમ જોડાઈ હતી. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ડામી દેવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar