Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ તેજ:30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરે એકતા દોડ; 'રન ફોર યુનિટી' રેલી માટે ટ્રાફિક-સુરક્ષાનું આયોજન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 3 views
ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ તેજ:30 ઓક્ટોબરે કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરે એકતા દોડ; 'રન ફોર યુનિટી' રેલી માટે ટ્રાફિક-સુરક્ષાનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 30 ઓક્ટોબરે પી.એમ. કિસાન ઉત્સવ અને 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આયોજન તેજ કરાયું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે દ્વારા અમલીકરણ સમિતિના સભ્યો સાથે અગત્યની બેઠક યોજી આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી મળેલી માર્ગદર્શિકા મુજબ ભરૂચના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશો પહોંચાડવામાં આવશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન મેળવાયું આ ઉજવણીના સફળ આયોજન માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ જોડાઈને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરે જિલ્લાના તમામ તાલુકા મથકો, ગામો અને નગરપાલિકા વિસ્તારોમાં યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની રૂપરેખા મેળવીને અમલીકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને વિસ્તૃત આદેશો આપ્યા હતા. 'રન ફોર યુનિટી' સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા બેઠક દરમિયાન વિશેષ રૂપે 'રન ફોર યુનિટી' એટલે કે એકતા રેલીના આયોજન માટે સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા પર ગંભીરતાથી ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમ સ્થળની આકર્ષક તૈયારી, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહેમાનોનું સન્માન અને બહોળી જનભાગીદારી વધારવા માટે આયોજન કરાયું છે. આ સાથે સ્થળ પર પીવાના પાણી, ફૂડ પેકેટ અને પ્રાથમિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટર દ્વારા જરૂરી આદેશો આપવામાં આવ્યા હતા. PM મોદીના જીવંત પ્રસારણની કરાશે વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનના જીવંત પ્રસારણને જિલ્લાના ગામેગામ લોકો સરળતાથી નિહાળી શકે તે માટે યોગ્ય તકનીકી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ અને સુચારુ સંચાલન થાય તે માટે વિભાગીય કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારીઓ, નોડલ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan