top
3 એકરમાં ઉભેલા શેરડીના પાકને કોણે સળગાવ્યો ?
વાલિયા તાલુકામાં અસામાજિક તત્વો દ્વારા ખેડૂતોના ઉભા શેરડીના પાકને આગચંપી કરવામાં આવી. વાલિયા-ડહેલી સહિતના વિવિધ માર્ગોની બાજુમાં આવેલા ખેતરોમાં ઉભા શેરડીના પાકને સળગાવી દેવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મહત્વનું છે કે વાલિયા-ડહેલી માર્ગ ઉપર ભુજીયા વડ નજીક ખેતર આવેલું છે, જ્યાં આશરે બે એકર વિસ્તારમાં શેરડીનો ઉભો પાક હતો. ત્યારે રાતના અંધારાનો લાભ લઈને કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ શેરડીના પાકમાં આગ લગાવી દેતા સમગ્ર પાક બળીને ખાખ થઈ ગયો . જેને પગલે ખેડૂતને અંદાજે 4 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ કરમાડીયાના ખેતરમાં પણ આશરે 3 એકર વિસ્તારમાં ઉભા શેરડીના પાકને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. ત્યારે આ લોકોને કાયદાનો પાઠ ભણાવવા ખેડૂતે વહીવટી તંત્રને અપીલ કરી છે.
Read full article on News18 Gujarati