top
વલસાડમાં તમાકુ નિયંત્રણ હેઠળ 3 મહિનામાં 377 કેસ:62,140 રૂપિયાનો દંડ વસૂલાયો, જાહેરમાં ધુમ્રપાન કરનાર સામે કડક કાર્યવાહીની કલેક્ટરની તાકીદ
વલસાડમાં કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું કે જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન તમાકુ નિયંત્રણ હેઠળ 377 કેસ કરવામાં આવ્યા છે. આ કેસોમાં કુલ 62,140 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. કલેક્ટરે જાહેરમાં ધુમ્રપાન કરનારા અને નિયમ વિરુદ્ધ તમાકુ વેચનારા સામે વધુ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે સરકારી દવાખાનાઓમાં સાપ કરડવા અને કૂતરા કરડવાની સારવાર ઉપલબ્ધ છે તેની જાણકારી લોકો સુધી પહોંચાડવા પણ સૂચના આપી હતી. તમામ PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને CHC (સમુદાયિક આરોગ્ય કેન્દ્ર) માં સોલાર પેનલ, LED લાઈટ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા ચાલુ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં સિકલસેલ ડિસિઝના 2,532 કેસ અને ટ્રેઈટના 48,732 કેસની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar