business
રેલવેના 3 મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી:10,783 કરોડના ખર્ચે 5 રાજ્યોમાં 656km નવી રેલ લાઈનો બિછાવાશે; 56 લાખ લોકોને ફાયદો
PM મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ મીટિંગ યોજાઈ. તેમાં રેલવેનાં ત્રણ મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. આ પ્રોજેક્ટ્સ પર કુલ 10,783 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ્સ હેઠળ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લાઓમાં લગભગ 656 કિમી રેલ લાઈનો વધારવામાં આવશે. તેનાથી લગભગ 4,790 ગામોનાં 56 લાખ લોકોને સારી રેલ કનેક્ટિવિટી મળવાની અપેક્ષા છે. ખડગપુર-ઝારસુગુડા રેલ સેક્શન વચ્ચે ચોથી લાઇનનું નિર્માણ સામેલ છે. આ ઉપરાંત, કટની-પેંડ્રા રોડ સેક્શનમાં પણ ચોથી લાઇન બનાવવામાં આવશે. જ્યારે, બિલાસપુર (ઉસલાપુર)-પેંડ્રા રોડ સેક્શનમાં ત્રીજી લાઇનનું નિર્માણ કરવામાં આવશે. 27 મિલિયન ટન વધારાની માલવાહક ક્ષમતા થશે આ પ્રોજેક્ટ્સથી દર વર્ષે લગભગ 27 મિલિયન ટન વધારાની માલવાહક ક્ષમતા વિકસિત થશે. તેનાથી ઉદ્યોગો સુધી કાચો માલ પહોંચાડવામાં અને તૈયાર માલને બજાર સુધી લઈ જવામાં મદદ મળશે. તેમજ, માલ પરિવહનના ખર્ચમાં ઘટાડો કરવામાં પણ ફાયદો થઈ શકે છે. તેલની આયાત અને કાર્બન ઉત્સર્જન ઘટશે સરકારે રેલવેને પર્યાવરણની દ્રષ્ટિએ વધુ સારું અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહન માધ્યમ ગણાવ્યું છે. નવી રેલવે લાઈનોથી માલસામાન અને મુસાફરોના પરિવહનમાં રેલવેનો હિસ્સો વધારવામાં મદદ મળશે. સરકારના અંદાજ મુજબ, આ પરિયોજનાઓથી દર વર્ષે લગભગ 12 કરોડ લિટર ઓઈલની બચત થઈ શકે છે. આ ઉપરાંત, 62 કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટવાનો અંદાજ છે. સરકારે આ ઘટાડાને લગભગ 2.48 કરોડ વૃક્ષો વાવવા બરાબર ગણાવ્યો છે. તેનાથી દેશના આબોહવા લક્ષ્યોને હાંસલ કરવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે.
Read full article on Divya Bhaskar