business
નવા લેબર કોડમાં બોનસ અંગે મોટી જાહેરાત, 21 હજાર સુધી પગાર હશે તો શરતોને આધીન ફરજિયાત બોનસ મળશે
કેન્દ્ર સરકારે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 2 નવા નોટિફિકેશન બહાર પાડ્યા છે. હવે 21,000 રૂપિયા સુધીનો માસિક પગાર મેળવતા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, પરંતુ વર્ષમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કરેલું હોવું જોઈએ. વાર્ષિક બોનસ ઓછામાં ઓછું 8.33% અને વધુમાં વધુ 20% રહેશે. બોનસની ગણતરી 7,000 રૂપિયા અથવા લાગુ પડતા લઘુત્તમ વેતનમાંથી, જે વધુ હોય તેના આધારે થશે. બોનસની ચુકવણી એકાઉન્ટિંગ વર્ષ પૂરું થયાના 8 મહિનામાં બેંક ખાતામાં જમા કરીને કરવી પડશે.
Read full article on Gujaratsamachar