Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

📰 Abp News 🕐 1 min read 📅 August 23, 2026 👁 8 views
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!

Raksha Bandhan 2026: રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આ વર્ષે 28 ઓગસ્ટ, 2026 ના રોજ ઉજવવામાં આવશે. તહેવારની રજા હોવાથી આપણે સૌ સવારે નિરાંતે મોડા ઊઠવાનું વિચારતા હોઈએ છીએ, પરંતુ આ વખતે જો તમે મોડા સુધી સૂવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે તમારો પ્લાન બદલવો પડશે! આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય માત્ર સવાર પૂરતો જ સીમિત છે, તેથી બહેનોએ વહેલા ઊઠીને તૈયારી કરવી પડશે.

28 ઓગસ્ટે ભદ્રાનો કોઈ અવરોધ નહીં

શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ તહેવારમાં 'ભદ્રા કાળ'નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. રાહતના સમાચાર એ છે કે 2026 માં ભદ્રા 27 ઓગસ્ટે પૂર્ણિમા શરૂ થવાની સાથે જ લાગુ થશે, પરંતુ તે 28 ઓગસ્ટની સવારે સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે. એટલે કે, 28 તારીખે સવારે રાખડી બાંધવામાં ભદ્રાનો કોઈ જ બાધ નહીં નડે.

રાખડી બાંધવા માટે સવારનો સમય જ કેમ શુભ છે?

હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ પૂર્ણિમા 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. શાસ્ત્રોના નિયમ મુજબ રક્ષાબંધનની મુખ્ય વિધિ પૂર્ણિમા તિથિમાં જ થવી જોઈએ. આ જ કારણ છે કે 28 ઓગસ્ટની સવારનો સમય રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ છે.

રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત: સવારે 5:57 થી 9:48 વાગ્યા સુધી.

આ પણ વાંચોઃ સિંહ રાશિમાં સૂર્યનું મોટું ગોચર: બધી 12 રાશિઓ પર કેવી થશે અસર? જાણો બચાવના સરળ ઉપાય

પૂજાની થાળી અને રાખડી બાંધવાની સાચી રીત

તૈયારી: 28 ઓગસ્ટની સવારે બહેનોએ વહેલા સ્નાન કરી પૂજાની તૈયારી કરી લેવી જોઈએ. થાળીમાં કંકુ (રોલી), ચોખા, દીવો, મીઠાઈ અને રાખડી સજાવો.

ઈશ્વર સ્મરણ: ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું ખૂબ જ શુભ મનાય છે.

બેસવાની દિશા: રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે બેસાડવા શુભ માનવામાં આવે છે.

વિધિ: સૌથી પહેલાં બહેને ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનો ચાંદલો કરવો. ત્યારબાદ તેની આરતી ઉતારી, જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી અને તેનું મોં મીઠું કરાવવું.

પ્રાર્થના અને સંકલ્પ: આ સમયે ભાઈના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવી જોઈએ. ભાઈએ પણ પોતાની બહેનની રક્ષા અને સન્માન કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

રાખડી બાંધતી વખતે બોલવાનો મંત્ર

"યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલાહ,
તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ."

અર્થ: જે રક્ષા દોરાથી દાનવોના શક્તિશાળી રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષા દોરાથી હું તને બાંધું છું. હે રક્ષા દોરા! તું તારા સંકલ્પથી વિચલિત ન થતો અને હંમેશા મારા ભાઈનું રક્ષણ કરજે.

આ પણ વાંચોઃ શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan