education
લિંબાયતમાં સ્કૂલ સ્થળાંતરનો વિરોધ:2000 વિદ્યાર્થીઓ માટે નજીકમાં જ 'રહીમ બસેરા'માં અસ્થાયી વ્યવસ્થા કરવા માંગ
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી કનૈયાલાલ મુનશી નગરપ્રાથમિક શાળા ક્રમાંક 225 અને ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નગર પ્રાથમિક શાળા ક્રમાંક 119ના મકાનો ડિમોલિશન હેઠળ આવ્યા છે. મકાન તૂટવાના કારણે ત્યાં અભ્યાસ કરતા આશરે 2,000 જેટલા નાના ભૂલકાઓને કુંભારીયા કે અન્ય દૂરની શાળાઓમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. SMCની 'રહીમ બસેરા'ને અભ્યાસ માટે ફાળવવામાં આવે સ્થાનિક વાલી બશીર શેખ અને અન્ય વાલીઓએ જણાવ્યું હતું કે, બાળકો ખુબ જ નાના હોવાથી તેમને રોજ દૂરની શાળાએ મોકલવા વ્યવહારુ નથી. મારુતિ નગરના નાકા પાસે SMC દ્વારા નિર્માણધીન 'રહીમ બસેરા' (રેન બસેરા) ને નવું શાળા મકાન ન બને ત્યાં સુધી અસ્થાયી ધોરણે અભ્યાસ માટે ફાળવવામાં આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળી શકે તેમ છે. દૂરની શાળામાં શિફ્ટ કરવાથી ઊભી થતી મુશ્કેલીઓ 180થી વધુ વાલીઓએ તંત્રને સુપ્રત કરી અરજી આ મુદ્દો 2,000 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો હોવાથી આજે 180થી 190 જેટલા વાલીઓએ એકઠા થઈને સંબંધિત અધિકારીઓને લેખિત અરજી સુપ્રત કરી હતી. વાલીઓએ તંત્ર પાસે સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક ધોરણે નજીકના 'રહીમ બસેરા'માં જ વર્ગખંડો ચાલુ કરવાની મંજૂરી આપવા એકસૂરે માંગ કરી છે.
Read full article on Divya Bhaskar