crime
વઢવાણ ચોરી કેસના 2 ફરાર આરોપી જામનગરથી પકડાયા:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે માધવબાગ પાસેથી 1 વર્ષ બાદ દબોચ્યા
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર બે આરોપીઓને જામનગરના માધવબાગ પાસેથી પકડ્યા છે. કાયદેસરની કાર્યવાહી પછી બંને આરોપીઓને વઢવાણ પોલીસને સોંપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. LCB PI બી.એચ. સિંગરખીયાએ આ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. પેરોલ ફર્લો સ્કવોડના PSI એન.એ. રાયમાએ પોતાની ટીમ સાથે એક યોજના બનાવી હતી. તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન માનવ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓની શોધખોળ કરી હતી. 19 સપ્ટેમ્બર 2026ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઈ ખોડાભાઈ સુમેરાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે તેમણે કાર્યવાહી કરી. વઢવાણ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 0403/2025, BNS કલમ 305(4), 54 મુજબના ગુનામાં ફરાર મહેશભાઈ વિહાભાઈ પરમાર અને અર્જુનભાઈ ગેલાભાઈ પરમારને જામનગરના માધવબાગ-સાંઢિયા પુલ પાસેના વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મહેશભાઈ વિહાભાઈ પરમાર (રહે. અલંકાર હોટેલ પાસે, વાંકાનેર, તા. વાંકાનેર, જિ. મોરબી) અને અર્જુનભાઈ ગેલાભાઈ પરમાર (રહે. માધવબાગ, સાંઢિયા પુલ પાસે, જામનગર) નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપી દેવાયા છે. આ કામગીરીમાં PI બી.એચ. સિંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પ્રવિણસિંહ, કોન્સ્ટેબલ કપિલભાઈ ખોડાભાઈ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ ભૂપેન્દ્રસિંહ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
Read full article on Divya Bhaskar