Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઉપરકોટ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો:'એ' ડિવિઝન પોલીસે વાંઝાવાડમાં મકાનનાં તાળાં તોડી ચોરી કરનાર 19 વર્ષના તસ્કરને રોકડ રકમ સાથે પકડી પાડ્યો.

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
ઉપરકોટ પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો:'એ' ડિવિઝન પોલીસે વાંઝાવાડમાં મકાનનાં તાળાં તોડી ચોરી કરનાર 19 વર્ષના તસ્કરને રોકડ રકમ સાથે પકડી પાડ્યો.
​જૂનાગઢ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ઝડપથી શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે આધારે 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ચૌધરીની સૂચના અને સતત મોનિટરિંગ હેઠળ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ચોરીમાં ગયેલ રકમ અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જુનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના અનડીટેક્ટેડ ગુનાનો આખરે ભેદ ઉકેલવામાં આવ્યો છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે એક શંકાસ્પદ આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા એપાર્ટમેન્ટમાં ઘૂસી બે ફ્લેટના તાળા તોડ્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ જણાવ્યું હતું. વાંઝાવાડ નજીક એક શંકાસ્પદ ઈસમ આંટાફેરા કરતો સી.સી.ટી.વી. કેમેરામાં દેખાઈ આવ્યો હતો. આ શંકાસ્પદ ઈસમની ખાનગી રાહે ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરતાં તે ઉપરકોટ પાસે ઢોરા પરથી મળી આવ્યો હતો. તેને 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશને લાવીને સઘન પૂછપરછ કરતાં, તેણે વાંઝાવાડ વડલીચોક પાસેના એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરી તાળાં તોડી કબાટમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ​પોલીસે પકડાયેલા આરોપીની વિગતો આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય સુનીલ ઉર્ફે ફરીયો વેલજીભાઈ ભીખાભાઈ ચારોલીયા (દેવપૂજક), જે જૂનાગઢના ઉપરકોટ રામામંદિર સામેની ગલીમાં રહે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા 4750/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan