Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ

📰 Abp News 🕐 1 min read 📅 August 25, 2026 👁 6 views
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ

New Zealand Social Media Ban: વિશ્વભરમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ સતત વધી રહ્યો છે, અને તેમાં પણ નાના બાળકો સૌથી વધુ એક્ટિવ જોવા મળે છે. પરંતુ, આ પ્લેટફોર્મ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર પાડી રહ્યો છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને દુનિયાના ઘણા દેશો કડક પગલાં લઈ રહ્યા છે. હવે આ યાદીમાં ન્યૂઝીલેન્ડનું નામ પણ ઉમેરાવા જઈ રહ્યું છે, જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.

નિયમ તોડનાર કંપનીઓને ફટકારાશે આકરો દંડ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ન્યૂઝીલેન્ડ સરકાર એક એવું નવું બિલ રજૂ કરવા જઈ રહી છે જે 16 વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયાની લતથી દૂર રાખશે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સની ઉંમર ચકાસવા માટે કડક અને જરૂરી પગલાં લેવા પડશે. સૌથી મોટી વાત એ છે કે, જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ નિયમનો ભંગ કરશે અથવા તેનો અમલ કરવામાં નિષ્ફળ જશે, તો તેને તેની કુલ વૈશ્વિક આવકના (ગ્લોબલ રેવેન્યૂના) 10 ટકા જેટલો માતબર દંડ ફટકારવામાં આવશે. આટલો મોટો દંડ રાખવા પાછળનો હેતુ એ જ છે કે કંપનીઓ આ નિયમને ગંભીરતાથી લે અને છટકબારી ન શોધે.

બાળકોની ઉંમરની ચકાસણી કેવી રીતે થશે?

હવે સવાલ એ થાય કે કંપનીઓને કેવી રીતે ખબર પડશે કે યુઝર 16 વર્ષનો છે કે નહીં? આ માટે સરકાર સોશિયલ મીડિયા કંપનીઓને કેટલાક વિકલ્પો આપી શકે છે. જેમાં યુઝરનો હાલનો એકાઉન્ટ ડેટા, ડિજિટલ આઇડી પ્રૂફ (ઓળખ દસ્તાવેજો) અને ચહેરા ઓળખતી (ફેશિયલ રેકગ્નિશન) ટેકનોલોજીનો ઉપયોગ સામેલ હોઈ શકે છે. આનો સીધો હેતુ એ નક્કી કરવાનો છે કે પ્લેટફોર્મ વાપરનાર વ્યક્તિની ઉંમર 16 વર્ષ કે તેથી વધુ છે કે નહીં. જોકે, આ કડક વેરિફિકેશનની સાથે સાથે લોકોમાં પોતાની પ્રાઈવસી (ગોપનીયતા) જોખમાશે તેવી ચિંતા પણ જોવા મળી રહી છે.

We’re taking action to protect young people online, backing parents and holding big tech accountable. pic.twitter.com/PEZC8EyjFp

— Christopher Luxon (@chrisluxonmp) August 24, 2026

બાળકોની ઓનલાઈન સેફ્ટી બની મોટો પડકાર

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ કોઈપણ ભોગે પોતાના દેશના બાળકોને સોશિયલ મીડિયાથી થતા નુકસાનથી બચાવવા માંગે છે. આ નવું બિલ લાવવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે 16 વર્ષથી નાના બાળકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ સમય ન વિતાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઘણા દેશો બાળકોની ઓનલાઈન સેફ્ટી માટે આવા જ પગલાં લઈ ચૂક્યા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ પણ સગીર બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ તમામ પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે વિશ્વની સરકારો બાળકોને હાનિકારક કન્ટેન્ટ, વ્યસન અને અન્ય ડિજિટલ જોખમોથી બચાવવા માટે ગંભીર બની છે. આ સાથે જ ટેક કંપનીઓએ પણ પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવી જ પડશે તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan