crime
રાજુલાના દાતરડીમાં જાહેરમાં જુગાર રમતા 15 જુગારીઓ ઝડપાયા:LCBએ દરોડો પાડી રૂ. 2.72 લાખ રોકડ સાથે કુલ 4.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમરેલી જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુલા તાલુકાના દાતરડી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 15 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 2,72,530 રોકડા, 14 મોબાઈલ ફોન (અંદાજિત કિંમત રૂ. 1,85,000) અને ગંજીપત્તાના પાના સહિત કુલ રૂ. 4,57,530નો મુદ્દામાલ કબજે કર્યો હતો. LCB પોલીસ પીઆઈ સી.પી. વાઘેલાની ટીમે આ કાર્યવાહી કરી હતી, જેમાં 15 ઈસમો પૈસા અને ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પકડાયેલા તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ અને કબજે કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ અને કાર્યવાહી માટે ડુંગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા 15 ઈસમોના નામ 1. છગન બચુ પરમાર, ઉંમર 48 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 2. પરેશ પ્રવિણ પરમાર, ઉંમર 27 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 3. પારસ મંગા પરમાર, ઉંમર 31 વર્ષ, રહે. કતપર, જિ. ભાવનગર. 4. જીતુ કનુ બાંભણીયા, ઉંમર 35 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 5. જયેશ મનુ બાંભણીયા, ઉંમર 35 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 6. લાલજી ભુપત બારૈયા, ઉંમર 40 વર્ષ, રહે. કતપર, જિ. ભાવનગર. 7. અલ્પેશ રમેશ મકવાણા, ઉંમર 35 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 8. દિવ્યાંગ ભારથી તીરથભારથી ગૌસ્વામી, ઉંમર 21 વર્ષ, રહે. કતપર, જિ. ભાવનગર. 9. વિજય ચંદુ મહીડા, ઉંમર 35 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 10. મયુર મનુ ભાલીયા, ઉંમર 34 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 11. કિશન નાથા વાંસીયા, ઉંમર 30 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 12. જીતુ ભગવાન બાંભણીયા, ઉંમર 35 વર્ષ, રહે. કુંડળ ઢસીયા, જિ. ભાવનગર. 13. પરેશ બાબુ સાંખટ, ઉંમર 40 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 14. મુકેશ આતુ ડોળાસીયા, ઉંમર 35 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર. 15. હાર્દીક ભરત વાજા, ઉંમર 28 વર્ષ, રહે. મહુવા, જિ. ભાવનગર.
Read full article on Divya Bhaskar