Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

ખેડૂતોને મોટી રાહત, કૃષિ સાધનો ખરીદવાની મુદતમાં 15 દિવસનો વધારો:એકસાથે અનેક અરજીઓ મંજૂર થતાં સાધનોની ડિલિવરીમાં મોડુ થવાની રજૂઆત બાદ સરકારનો નિર્ણય

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 6 views
ખેડૂતોને મોટી રાહત, કૃષિ સાધનો ખરીદવાની મુદતમાં 15 દિવસનો વધારો:એકસાથે અનેક અરજીઓ મંજૂર થતાં સાધનોની ડિલિવરીમાં મોડુ થવાની રજૂઆત બાદ સરકારનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 માટેની ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનો ખરીદવા માટે પાત્ર ઠરેલા ખેડૂતોને વધુ 15 દિવસની મુદત આપવામાં આવી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે ખેડૂતો, ધારાસભ્યો, સાંસદો અને અન્ય આગેવાનો દ્વારા ખરીદીની સમયમર્યાદા વધારવા રજૂઆતો કરવામાં આવી હતી. 750 કરોડથી વધુની જોગવાઈ ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદીમાં સહાય આપવા માટે રૂ.750 કરોડથી વધુની જોગવાઈ કરી છે. ‘આઈ-ખેડૂત’ પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવી હતી અને પાત્ર ખેડૂતોને નિર્ધારિત સમયમર્યાદામાં સાધનો ખરીદવાની મંજૂરી આપવામાં આવી હતી. એકસાથે અરજીઓ મંજૂર થતાં ડિલિવરીમાં મુશ્કેલી એકસાથે મોટી સંખ્યામાં ખેડૂતોની અરજીઓ મંજૂર થતાં કૃષિ સાધનોના ઉત્પાદકો માટે તમામ સાધનો નિયત સમયમર્યાદામાં ખેડૂતો સુધી પહોંચાડવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ મુદ્દે ખેડૂતો સહિતના જનપ્રતિનિધિઓએ સરકાર સમક્ષ મુદત વધારવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની આ વ્યવહારુ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે વધુ 15 દિવસની સમયમર્યાદા આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લી તારીખ બાદ 15 દિવસ સુધી ખરીદીનો મોકો હવે જે ખેડૂતોને સાધનોની ખરીદી માટે મંજૂરી મળી છે તેઓને તેમની મંજૂરીમાં દર્શાવાયેલી છેલ્લી તારીખ બાદના વધુ 15 દિવસની અંદર કૃષિ સાધનોની ખરીદી કરવાની રહેશે. આ નિર્ણયથી મંજૂરી મળ્યા છતાં ઉત્પાદકો પાસેથી સમયસર સાધનો ન મળતા ખેડૂતોને રાહત મળશે. ઉત્પાદકોને પણ કૃષિ મંત્રીની અપીલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના કૃષિ સાધનોના ઉત્પાદકોને અપીલ કરી છે કે, ખેડૂતોને સાધનો સમયસર પહોંચાડવામાં આવે, જેથી તેઓ ખેતીની કામગીરીમાં તેનો સમયસર ઉપયોગ કરી શકે. તેમણે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને પણ સરકારની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન રાજ્યમાં અનેક ઉત્પાદકો સ્વદેશી અને આધુનિક કૃષિ ઓજારોનું ઉત્પાદન કરી રહ્યા છે. સરકારના જણાવ્યા મુજબ આ યોજનાથી ખેડૂતોને યાંત્રિક સાધનોનો લાભ મળવાની સાથે રાજ્યના સ્થાનિક કૃષિ સાધન ઉત્પાદકોને પણ પ્રોત્સાહન મળશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan