Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દેરાસર જીર્ણોદ્ધારની ફાઇલ ક્લિયર કરવા 1.35 લાખ પડાવ્યા:દર મહિને રૂ. 5 હજાર લેખે ટ્રાન્સફર કરાવ્યા, આંગડિયાની સ્લિપ વ્હોટ્સએપ પર મળતા ભાંડો ફૂટ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 7, 2026 👁 1 views
દેરાસર જીર્ણોદ્ધારની ફાઇલ ક્લિયર કરવા 1.35 લાખ પડાવ્યા:દર મહિને રૂ. 5 હજાર લેખે ટ્રાન્સફર કરાવ્યા, આંગડિયાની સ્લિપ વ્હોટ્સએપ પર મળતા ભાંડો ફૂટ્યો
કડીમાં રહેતો કેવિન શાહ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં 1 એપ્રિલ 2024થી નોકરી કરતો હતો. તેની કામગીરી દેરાસરો અને સંઘોની ગ્રાન્ટ અરજીઓ ટ્રસ્ટી સમક્ષ મંજૂરી માટે મૂકવાની હતી. આ દરમિયાન મહેસાણાના જાખાના જૈન શાંતિનાથ ટ્રસ્ટની રૂ. 72 લાખની મંજૂર થયેલી ગ્રાન્ટ પૈકી બાકીની રકમની ફાઇલ ક્લિયર કરાવવા પેટે તેણે મુંબઈ બોરીવલીના વિનોદભાઈ જે. શાહ મારફતે રૂ. 1 લાખ આંગડિયા દ્વારા મેળવ્યા હતા. આ સિવાય, આરોપીએ એમ.પી.ના કુકલાહ જૈન સંઘ પાસેથી પણ ફાઇલ ક્લિયર કરાવવા છેલ્લા સાત મહિનાથી દર મહિને રૂ. 5 હજાર લેખે કુલ રૂ. 35 હજાર પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની કબૂલાત કરી હતી. 1 લાખ મોકલ્યાની આંગડિયા પેઢીની કાઉન્ટર સ્લિપ ટ્રસ્ટીઓને આંગડિયાની સ્લિપ વ્હોટ્સએપ પર મળતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જે બાદ આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરના રોજ ટ્રસ્ટી સુદીપભાઈ સનતકુમાર શાહના મોબાઇલ પર સુરતથી સ્વયંસેવક નીરવભાઈએ આંગડિયા પેઢીની કાઉન્ટર સ્લિપ મોકલી હતી. જેમાં મુંબઈથી આરોપી કેવિન શાહના નામે રૂ. 1 લાખ મોકલાયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ટ્રસ્ટીઓએ કેવિનને બોલાવી પૂછપરછ કરતાં તેણે આનાકાની કરી હતી, પરંતુ માતા-પિતાની હાજરીમાં તેણે આ રકમ ઉપરાંત એમ.પી.ના સંઘ પાસેથી લીધેલા રૂ. 35 હજારની પણ કબૂલાત કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan