crime
રાણપુરના દેવળીયા ગામે જુગાર રમતા 13 ઝડપાયા:LCB પોલીસે દરોડો પાડી 13,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
બોટાદ LCB પોલીસે રાણપુર તાલુકાના દેવળીયા ગામે જુગાર રમતા 13 લોકોને પકડી પાડ્યા છે. પોલીસને બાતમી મળતા દેવળીયા ગામના પરા વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા કુલ 13 લોકોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા લોકોમાં રમેશ દેવશી રોજાસરા, બાપુરાજ બાબુ પરમાર, ભુપેન્દ્રસિંહ દાદભા પરમાર, અશ્વિન ભીમજી મકવાણા, વિક્રમ જેઠા શેખલીયા, નરેશ કરશન તલસાણીયા, અજય જગદીશ શેખલીયા, હસુભા નટુભા પરમાર, બીજલ ભરત તલસાણીયા, મેરુ જેરામ અણીયાળીયા, રમેશ પ્રભુ ગોહિલ, અમૃત ગણેશ હિહોરીયા અને વેલશી મોહન મેળજીયાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ 13 લોકોની ધરપકડ કરી કુલ 13,340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar