Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

12.27 લાખનો દારૂ સહિત 18.33 લાખનો મુદ્દામાલ કબજે કરાયો‎:ઓરવાડા પાસે માટીના વાસણોની આડમાં દારૂનો જથ્થો ભરેલુ બોલેરો ડાલું પકડાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 6 views
12.27 લાખનો દારૂ સહિત 18.33 લાખનો મુદ્દામાલ કબજે કરાયો‎:ઓરવાડા પાસે માટીના વાસણોની આડમાં દારૂનો જથ્થો ભરેલુ બોલેરો ડાલું પકડાયું
દાહોદ તરફથી એક બંધ બોડીનું બોલેરો પીકઅપ ડાલું શંકાસ્પદ હાલતમાં દારૂનો જથ્થો ભરીને ગોધરા તરફ આવી રહ્યું છે. તેવી બાતમી એલસીબીને મળી હતી. બાતમીના આધારે ગોધરા તાલુકાના ઓરવાડા પાસે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ બોલેરો પીકઅપ ડાલું આવી પહોંચતાં તેને રોકીને ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બોલેરો ડાલામાં સઘન તપાસ હાથ ધરતાં પોલીસને માટીના વાસણોના 151 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની પાછળ નીચે અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલી વિવિધ પ્રિમિયમ બ્રાન્ડની વિદેશી દારૂ સ્કોચની કુલ 48 પેટીઓ મળી આવી હતી. પોલીસે 12.27 લાખનો દારૂ, બોલેરો ગાડી, મોબાઈલ અને માટીના વાસણો મળીને એકંદર રૂા.18,33,374નો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે બોલેરો ગાડીના ચાલક અને આંતરરાજ્ય ખેપિયા નિર્મલ રામફલ સ્વામીની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ગુનામાં સામેલ સહ-આરોપીઓ સોનિયા ભાટી, અક્ષય શર્મા તેમજ દારૂનો આ જથ્થો મંગાવનાર સ્થાનિક ઇસમ હોવાનું બહાર આવ્યું છે. આ તમામ સામે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan