top
પોરબંદર લોકમેળાના સુવ્યવસ્થિત આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ:મેળા ગ્રાઉન્ડમાં સુરક્ષા, આરોગ્ય, વીજળી અને પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા; સુરક્ષા માટે 1000થી વધુ જવાનો તૈનાત રહેશે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાના આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મેયર સાગર મોદી સહિતના અધિકારીઓએ નાગરિકોની સુવિધા, સુરક્ષા, આરોગ્ય અને સ્વચ્છતા માટે કરાયેલી વ્યવસ્થાઓ વિશે માહિતી આપી હતી. પાલિકાએ લોકોને માર્ગદર્શિકાનું પાલન કરી મેળાનો આનંદ માણવા અનુરોધ કર્યો છે. મેળા ગ્રાઉન્ડમાં પ્રવેશ માટે ગેટ અને સુરક્ષા વ્યવસ્થા લોકમેળામાં પ્રવેશ માટે કુલ 8 ગેટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે 18 બાઉન્સર અને 20 સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવશે. કેમેરા અને કન્ટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરાશે મેળા વિસ્તારમાં 250 સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના 2 કન્ટ્રોલ રૂમથી મોનિટરિંગ થશે. ખોવાયેલા બાળકો માટે ખાસ રાવટીની સુવિધા ઉપલબ્ધ મેળામાં ખોવાયેલા બાળકો માટે ખાસ 1 રાવટી ઉભી કરવામાં આવી છે. જેથી બાળકોને સુરક્ષિત તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય. વીજળી અને લાઈટિંગ માટે વિશિષ્ટ ટીમો કાર્યરત રહેશે પ્રકાશ માટે 30 લાઈટિંગ ટાવર અને સતત વીજળી માટે 6 જનરેટર રખાયા છે. પીજીવીસીએલ સહિત 25 કર્મચારીઓ વીજ વ્યવસ્થા સંભાળશે. ઇમરજન્સી સેવાઓ માટે ફાયર અને તબીબી વ્યવસ્થા ફાયર વિભાગના 2 વાહનો અને 9 કર્મચારીઓ ફરજ પર રહેશે. આરોગ્ય સુવિધા માટે 2 ઓપીડી અને 1 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા વિશેષ ટીમ ખડેપગે ફૂડ સેફ્ટી અને ડ્રગ વિભાગના 9 સભ્યોની ટીમ ટેસ્ટિંગ વાન સાથે કામગીરી કરશે. તોલમાપ વિભાગના 3 કર્મચારીઓ પણ ફરજ બજાવશે. પીવાના પાણી માટે ટાંકા અને સ્ટોલની વ્યવસ્થા પીવાના પાણી માટે 2 સ્થળોએ 5-5 હજાર લીટરના ટાંકા અને 3 સ્ટોલ ઉભા કરાયા છે. આ વ્યવસ્થા માટે 8 કર્મચારીઓ મુકાયા છે. સ્વચ્છતા જાળવવા સફાઈ કર્મચારીઓ અને વાહનો તૈનાત સ્વચ્છતા માટે 100 સફાઈ કર્મચારીઓ અને 21 વાહનો કાર્યરત રહેશે. સ્વચ્છતાની કામગીરી પર નજર રાખવા 5 મોનિટરિંગ સ્ટાફ રહેશે. વેપારીઓ માટે વિવિધ કેટેગરીના સ્ટોલની ફાળવણી કરાઈ મેળામાં 23 ફૂડ ઝોન, 182 રમકડાં, 15 સખી મંડળ, 15 સરકારી અને 144 પાથરણા સહિત વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે. મનોરંજન માટે રાઈડ્સ અને પાર્કિંગની સુવિધા મનોરંજન માટે 34 રાઈડ્સ અને 1 મોતનો કૂવો રહેશે. મેળા ગ્રાઉન્ડની આસપાસ વાહનો માટે 14 સ્થળોએ પાર્કિંગ બનાવાયું છે. વરસાદી પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પમ્પ રાખવામાં આવ્યા વરસાદી સ્થિતિને પહોંચી વળવા 4 ડી-વોટરિંગ પમ્પ રખાયા છે. જેના દ્વારા પ્રતિ કલાક 4 લાખ લીટર પાણીનો નિકાલ થઈ શકશે. પોરબંદરમાં જન્માષ્ટમી લોકમેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થા પોરબંદરમાં આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં નાગરિકોની સુવિધાયુક્ત સુરક્ષા માટે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આધુનિક બંદોબસ્ત ગોઠવાયો છે. મેળામાં 1000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આકાશથી જમીન સુધી સર્વેલન્સ માટે ડ્રોન, સીસીટીવી કેમેરા, 5 વોચ ટાવર અને મહિલા સુરક્ષા માટે ‘શી ટીમ’ કાર્યરત કરાઈ છે. નાગરિકોની સરળતા માટે 14 પાર્કિંગ ઝોન ફાળવાયા છે. આકાશ અને જમીન પર સઘન સર્વેલન્સ ગોઠવાયું પોલીસ અધિકારીઓએ મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વિસ્તૃત માહિતી આપી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આકાશથી લઈને જમીન સુધી સર્વેલન્સ રાખવામાં આવશે. સુરક્ષા માટે 1000થી વધુ જવાનો તૈનાત રહેશે બંદોબસ્તમાં 1000થી વધુ જવાનો ફરજ બજાવશે. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોચ ટાવર અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે મેળાના ગ્રાઉન્ડ પર નજર રાખવા 5 વોચ ટાવર બનાવાયા છે. સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા સાથે 2 અત્યાધુનિક ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. મહિલા સુરક્ષા માટે શી ટીમ 24 કલાક પેટ્રોલિંગ કરશે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે ખાસ આયોજન કરાયું છે. મહિલાઓની છેડતી અટકાવવા 24 કલાક ‘શી ટીમ’ પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત ક્યુઆરટી અને બોમ્બ સ્ક્વોડ સ્ટેન્ડબાય રહેશે. વાહનો માટે 14 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરાઈ બહારથી આવતા વાહનો માટે 14 પાર્કિંગ સ્થળો નક્કી કરાયા છે. સુવિધા માટે પાર્કિંગ, નો-વ્હીકલ ઝોન અને વન-વે રૂટના ડિજિટલ નકશા જાહેર કરવામાં આવ્યા છે. અયોગ્ય વર્તન સામે પોલીસનો સંપર્ક કરવા અપીલ પોલીસ તંત્રએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. મહિલાઓ સાથે અયોગ્ય વર્તન થાય તો ‘શી ટીમ’ કે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
Read full article on Divya Bhaskar