business
1 સપ્ટેમ્બરથી રાજકોટથી દિલ્હી, મુંબઈની ફ્લાઈટ શરૂ:ફ્યુઅલના ભાવવધારાને પગલે એર ઇન્ડિયાની 2 ફ્લાઈટ 3 માસ બંધ રહી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલના ભાવમાં થયેલા વધારાના પગલે 3 માસ સુધી બંધ રહેલી એર ઈન્ડિયાની સવારની દિલ્હી અને સાંજની મુંબઈની ફ્લાઈટ 1 સપ્ટેમ્બરથી ફરી શરૂ થઈ રહી છે. આગામી જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી, નૂતન વર્ષ તહેવારોની રજાનાં ટ્રાફીકને ધ્યાને લઈ એર ઈન્ડિયા એરલાઈન્સ કંપનીએ રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટથી વધુ બે ફલાઈટ ઉડાવવા શિડયુલ જાહેર કરવામાં આવ્યો છે. તા. 1 સપ્ટેમ્બરથી એર ઈન્ડિયા સવારે 10 કલાકે દિલ્હી અને સાંજે 6.00 કલાકે રાજકોટ-મુંબઈ ફલાઈટનું ઉડ્ડયન શરૂ થશે. આગામી સપ્તાહથી જન્માષ્ટમી તહેવારોની રજા બાદ નવરાત્રી, દિવાળી, નૂતન વર્ષનાં તહેવારોની રજામાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શકયતાઓને ધ્યાને લઈ એર ઈન્ડિયા એર લાઈન્સ કંપનીએ રાજકોટથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની સીધી હવાઈ સેવાનો વ્યાપ વધારવા વધુ બે ફલાઈટ ઉડાડવા નિર્ણય લીધો છે. હાલના દિવસોમાં એર ઈન્ડિયાની ડેઈલી બે ફલાઈટ શરૂ કરી છે. જેમાં સવારે મુંબઈ અને સાંજે દિલ્હી ફલાઈટ શરૂ છે. આગામી 1લી સપ્ટેમ્બરથી સવારે દિલ્હી-મુંબઈ 1-1 અને સાંજે દિલ્હી-મુંબઈ 1-1 મળી કુલ 4 ડેઈલી ફલાઈટનુ ઉડ્ડયન શરૂ થતાં દેશ-વિદેશમાં આવતા-જતા મુસાફરોને હવાઈ સેવા ઉપયોગી નિવડશે. વિદેશ માટેની કનેકટીંગ ફલાઈટવાળા સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અમદાવાદના બદલે રાજકોટ એરપોર્ટ પરથી જઈ શકશે.
Read full article on Divya Bhaskar