Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

1 સપ્ટેમ્બરથી ઈન્ટરનેશનલ મુસાફરો માટે નિયમો બદલાયા:હવે બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશનની સ્ટેમ્પિંગ જરૂરી નહીં હોય; ઈ-બોર્ડિંગ પાસથી પ્રવાસ કરી શકશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
1 સપ્ટેમ્બરથી ઈન્ટરનેશનલ મુસાફરો માટે નિયમો બદલાયા:હવે બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશનની સ્ટેમ્પિંગ જરૂરી નહીં હોય; ઈ-બોર્ડિંગ પાસથી પ્રવાસ કરી શકશે
ભારતના મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિદેશ યાત્રા કરનારા ભારતીય અને વિદેશી નાગરિકો માટે 1 સપ્ટેમ્બરથી હવાઈ યાત્રા સંબંધિત નિયમો સરળ થવા જઈ રહ્યા છે. ગૃહ મંત્રાલય હેઠળ આવતા બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BoI)એ નિર્ણય લીધો છે કે હવે ઇમિગ્રેશન કાઉન્ટરો પર ફિઝિકલ બોર્ડિંગ પાસ પર મહોર એટલે કે સ્ટેમ્પ લગાવવાની અનિવાર્યતા સમાપ્ત કરવામાં આવી રહી છે. સવાલ-જવાબમાં જાણો- નવા નિયમો શું છે? તેનાથી મુસાફરોને થતા ફાયદા અને ભવિષ્યના પ્લાન વિશે... સવાલ: 1 સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કયો નવો નિયમ લાગુ થઈ રહ્યો છે? જવાબ: 1 સપ્ટેમ્બરથી દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાઓ પરથી વિદેશ જનારા મુસાફરોને પોતાના ફિઝિકલ બોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન અધિકારીઓ પાસેથી મહોર લગાવવાની જરૂર નહીં પડે. મુસાફરો હવે પોતાના સ્માર્ટફોન પર ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ લઈ શકશે. સવાલ: જો કોઈ મુસાફર પાસે ફિઝિકલ બોર્ડિંગ પાસ હોય, તો શું થશે? જવાબ: જો કોઈ મુસાફર પોતાની સાથે કાગળનો બોર્ડિંગ પાસ લઈને આવે છે, તો તેને રોકવામાં આવશે નહીં. ફિઝિકલ બોર્ડિંગ પાસ સંપૂર્ણપણે માન્ય રહેશે, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓ તેના પર કોઈપણ પ્રકારની સ્ટેમ્પ લગાવશે નહીં. સવાલ: સરકાર અને બ્યુરો ઓફ ઇમિગ્રેશનને આ નિર્ણય શા માટે લેવો પડ્યો? જવાબ: અધિકારીઓના મતે, બોર્ડિંગ પાસ પર ફરજિયાતપણે સ્ટેમ્પ લગાવવાને કારણે મુસાફરોને ઘણી અસુવિધા થતી હતી અને લાઈનમાં સમય લાગતો હતો. આ ઉપરાંત, ઘણી વખત યોગ્ય રીતે અથવા સ્પષ્ટ સ્ટેમ્પ ન લાગવાને કારણે બોર્ડિંગ પાસ વાંચવામાં મુશ્કેલી થતી હતી. આ જ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા આ પ્રક્રિયાને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવાલ: શું એરપોર્ટ સિક્યોરિટી ચેક દરમિયાન પણ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લાગે છે? જવાબ: ના. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારના મુસાફરો માટે બોર્ડિંગ પાસ પર સુરક્ષા તપાસની સ્ટેમ્પ લગાવવાની વ્યવસ્થા ઘણા વર્ષો પહેલા જ બંધ કરી દીધી હતી. ફક્ત ઇમિગ્રેશન કાઉન્ટરો પર જ આ પ્રક્રિયા ચાલી રહી હતી, જેને હવે 1 સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવી રહી છે. સવાલ: ઈ-બોર્ડિંગ પાસ શું છે અને મુસાફરો તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશે? જવાબ: જ્યારે મુસાફરો તેમની એરલાઇનની વેબસાઇટ અથવા એપ પરથી વેબ ચેક-ઇન કરે છે, ત્યારે તેમને મોબાઇલ પર ડિજિટલ બોર્ડિંગ પાસ મળે છે. 1 સપ્ટેમ્બરથી મુસાફરો તેમના સ્માર્ટફોન પર આ જ ઇ-બોર્ડિંગ પાસના QR અથવા બારકોડને ઇમિગ્રેશન કાઉન્ટર પર સ્કેન કરાવીને આગળ વધી શકશે. સવાલ: પાસપોર્ટ પર લાગતી ઇમિગ્રેશન એન્ટ્રી-એક્ઝિટ સ્ટેમ્પને લઈને શું યોજના છે? જવાબ: બોર્ડિંગ પાસ પછી હવે બ્યુરો ઓફ ઇમિગ્રેશન ભારતીય પાસપોર્ટ ધારકોના પાસપોર્ટ પર લાગતી ઇમિગ્રેશન સ્ટેમ્પિંગ (આગમન અને પ્રસ્થાન સ્ટેમ્પ)ને પણ સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં તેનો એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેના સફળ સમાપ્તિ પછી તેને દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે. સવાલ: આ નવા નિર્ણયથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને કયા-કયા ફાયદા થશે? જવાબ: તેના મુખ્યત્વે 3 મોટા ફાયદા થશે... સવાલ: શું આ વ્યવસ્થા દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકસાથે લાગુ પડશે? જવાબ: હા, બ્યુરો ઓફ ઇમિગ્રેશન દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, આ વ્યવસ્થા 1 સપ્ટેમ્બરથી દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર લાગુ કરી દેવામાં આવશે. સવાલ: ભવિષ્યમાં ભારતના ઇમિગ્રેશન સિસ્ટમમાં બીજા કયા મોટા ફેરફારો આવી શકે છે? જવાબ: આવનારા સમયમાં ભારતીય ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે ઓટોમેટેડ અને બાયોમેટ્રિક આધારિત બનાવવાની તૈયારી છે. પાસપોર્ટ સ્ટેમ્પિંગ સમાપ્ત થયા પછી યાત્રીઓ ઇ-ગેટ્સ અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. જાણો શું છે ઇ-બોર્ડિંગ પાસ અને ડિઝીયાત્રા?
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan