Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

રાજકોટ વાસીઓને ચા ની ચુસ્કી પડી શકે છે મોંઘી:ખાંડના ભાવમાં વધારો થતા 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો કરવા હોટલના સંચાલકોએ કરી વિચારણા, આખી ચાનો ભાવ રૂ.30 કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 4 views
રાજકોટ વાસીઓને ચા ની ચુસ્કી પડી શકે છે મોંઘી:ખાંડના ભાવમાં વધારો થતા 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો કરવા હોટલના સંચાલકોએ કરી વિચારણા, આખી ચાનો ભાવ રૂ.30 કરાશે
સામાન્ય રીતે સવાર સાંજ બે ટાઈમ લોકો ચા પિતા હોય છે પરંતુ રાજકોટના લોકોની સવાર પણ ચા થી શરૂ થાય છે અને રાત્રે સુતા પહેલા પણ મિત્રો અને સ્નેહીજનો સાથે ચાની ચુસ્કી લગાવવાની આદત બની ગઈ છે જો કે હવે આ આદત મોંઘી પડી શકે એમ છે કારણ કે રાજકોટ ડીસ્ટ્રીક ટી હોટલ એસોસિએશન દ્વારા ચા ના ભાવમાં વધારો કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમય દરમિયાન જ ખાંડમાં 50% થી વધુ ભાવ વધારો ખાલી ખાંડમાં જ જોવા મળતા હવે આખી ચાનો ભાવ વધારી રૂપિયા 30 કરવા વિચારણા ચાલી રહી છે અને જો બધાની સહમતી હશે તો મોટા ભાગે આગામી 1 સપ્ટેમ્બરથી આ ભાવવધારો લાગુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં નાનામોટા થડા અને હોટલ સહીત 2500થી 3000 જેટલા ચાના વેપારીઓ ધંધો કરી રહ્યા છે અને તમામ લોકો મોટા ભાગે ભાવવધારો કરવા સહમત થયા છે. રાજકોટ ટી એઓસિએશનના પ્રમુખ રાજુભાઈ ઠુંગાએ જણાવ્યું હતું કે, આગામી 1 સપ્ટેમ્બર ચા ના ભાવમાં વધારો કરવામાં આવશે આ માટે વિચારણા ચાલુ જ છે. જયારે 10 વર્ષ પહેલા કોલસો 200 રૂપિયા એક કિલો મળતો આ સમયે પણ અમે રૂ.10માં અડધી ચા આપતા હતા આજે કોલસાના ભાવ કિલોના 1000 છે છતાં આજ દિવસ સુધી અમે 10 રૂપિયામાં ચા લોકોને આપી છે. આજે ખંડના ભાવ છેલ્લા એક જ વર્ષમાં બમણા થઇ ગયા છે અને ટૂંકા ગાળામાં તો 50%થી વધુનો વધારો આવ્યો છે જેના કારણે હવે 10 રૂપિયામાં ચા પોસાઈ શકે તેમ નથી માટે અમે આગામી 1 સપ્ટેમ્બરથી અડધી ચા રૂપિયા 15 અને આખી ચાના 30 રૂપિયા કરવામાં આવશે. રાજકોટમાં અમારી સાથે અમારા 12000 જેટલા માણસો કામ કરે છે જેમને અમે રોજગાર આપીએ છીએ. નાના મોટા 2500થી 3000 વેપારીઓ છે જે ટી એસોસિએશન સાથે જોડાયેલા છે. રાજકોટના લીમડા ચોકમાં આવેલ મોમાઈ ટી સ્ટોલ છેલ્લા 3 દાયકા એટલર કે 30 વર્ષથી કાર્યરત છે તેના સંચાલક નિલેશભાઈ સુસાએ જણાવ્યું હતું કે, અમારા બાપ દાદા વખતની આ પેઢી છે. અમે ચાનો ધંધો કરી રહ્યા છીએ આજે આમે 13 રૂપિયામાં અડધી ચા અને આખી ચા 25 રૂપિયામાં ગ્રાહકને આપીએ છે પણ હવે આવતા દિવસોમાં આ ચા ના ભાવમાં ચોક્કસ વધારો કરવો પડે એવી સ્થિતિ છે કારણ કે આજે ખાંડ ચા દૂધ સહીત બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવ્યો છે માટે અમારું એસોસિએશન વિચારણા કરી આગામી 1 તારીખથી અડધી ચા 15 રૂપિયા અને આખી ચા 30 રૂપિયા ભાવ નક્કી કરવા નિર્ણય કર્યો છે. આજે ખાંડનો ભાવ રૂપિયા 75 થયો છે જે થોડા સમય પહેલા 40થી 45 હતો. એક વર્ષ પહેલા આ જ ખાંડ 35 રૂપિયામાં કિલો પણ મળતી હતી. ઉલ્લેખનીય છે કે ખાંડના વેપરીઓનું માનવું છે કે આ વર્ષે શેરડીનું ઉત્પાદન ગત વર્ષ કરતા વધુ થયું છે અને સારું થયું છે પરંતુ ઇથેનોલને પેટ્રોલ સાથે ભેળવવામાં આવતા ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેના કારણે ખાંડ અને ગોળના ભાવમાં વધારો આવી રહ્યો છે. એટલું જ નહિ પણ નાની મોટી સંગ્રહખોરી પણ ખાંડ અને ગોળની શરૂ થઇ હોવાનું વેપારીઓ માની રહ્યા છે. જો કે આ ખાંડ ગોળના ભાવ વધારાની અસર સીધી રીત મધ્યમ વર્ગના પતીવારો ઉપર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે જે આવતા દિવસોમાં આવતા રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં મીઠાઈને પણ મોંઘી બનાવશે તો મીઠાઈ નો સ્વાદ પણ કડવો લાગી શકે તેમ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan