Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજસ્થાન ચૂંટણી પરિણામ: ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારે પણ ન આપ્યો સાથ?

📰 Abp News 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
રાજસ્થાન ચૂંટણી પરિણામ: ભાજપના ઉમેદવારને મળ્યો માત્ર 1 મત, પરિવારે પણ ન આપ્યો સાથ?

Rajasthan civic election results: રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પરિણામોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને દિડવાણા જિલ્લાની પરબતસર નગરપાલિકાના વોર્ડ 13 ના પરિણામે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર કૈલાશ ચંદ્રને આખા વોર્ડમાંથી માત્ર 1 જ મત મળ્યો છે, જે તેમણે પોતાને જ આપ્યો હોવાનું સ્પષ્ટ થાય છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે તેમના પોતાના પરિવારજનો અને તેમના નામાંકનમાં સહી કરનારા બે પ્રસ્તાવકોએ પણ તેમને મત આપવાનું ટાળ્યું છે.

આ જ વોર્ડમાં કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હિના ખાને અત્યંત શાનદાર પ્રદર્શન કરતા 376 મતો સાથે જંગી જીત મેળવી છે. જ્યારે અપક્ષ ઉમેદવાર રાશિદ ખાનને 195 મતો મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ વોર્ડમાં કુલ 573 મત પડ્યા હતા, જેમાંથી 1 મત NOTA (નોટા) માં પણ ગયો હતો. હિના ખાને 181 મતોની નિર્ણાયક સરસાઈથી વિજય પતાકા લહેરાવી છે. ભાજપ ઉમેદવારની આ શરમજનક હાર સ્થાનિક સ્તરે આંતરિક વિખવાદ કે જમીની ટેકાના સંપૂર્ણ અભાવની ચાડી ખાય છે.

સમગ્ર રાજ્યની વાત કરીએ તો 309 શહેરી સંસ્થાઓ (જેમાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશન, 47 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 200 થી વધુ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે) માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પૈકી 10 મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 855 વોર્ડના પરિણામો ચિત્ર સ્પષ્ટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપે 385 વોર્ડમાં જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 292 બેઠકો અને અન્ય પક્ષો તથા અપક્ષોએ 135 બેઠકો પર કબજો જમાવ્યો છે. પરિણામો દર્શાવે છે કે 10 કોર્પોરેશનમાંથી 6 માં ભાજપ, 3 માં કોંગ્રેસ અને 1 માં અન્ય પક્ષોનું વર્ચસ્વ જોવા મળ્યું છે.

10 મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોની વિસ્તૃત માહિતી:

કોર્પોરેશનનું નામ કુલ બેઠકો જાહેર પરિણામ ભાજપ કોંગ્રેસ અન્ય જયપુર 150 130 68 48 14 જોધપુર 100 99 44 44 11 કોટા 100 78 47 29 2 બીકાનેર 80 80 27 42 11 અજમેર 80 80 32 37 11 ઉદયપુર 80 80 53 23 4 ભીલવાડા 70 70 45 10 15 અલવર 65 65 28 23 14 ભરતપુર 65 65 20 7 38 પાલી 65 65 21 29 15

રાજ્યના આ ચૂંટણી આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉદયપુર અને જયપુર જેવા મોટા શહેરોમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ બીકાનેર, અજમેર અને પાલી જેવી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ તેને જોરદાર ટક્કર આપીને આગળ નીકળી ગયું છે. બીજી તરફ, ભરતપુરમાં અન્ય ઉમેદવારોએ મુખ્ય પક્ષોને પછાડીને સૌથી વધુ 38 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જે સ્થાનિક સમીકરણોમાં આવેલા મોટા અને અણધાર્યા બદલાવનો નિર્દેશ કરે છે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan