politics
Yudh Abhyas 2026: ભારત-અમેરિકા વચ્ચે ‘યુદ્ધ અભ્યાસ-2026’ શરૂ, પહાડી વિસ્તારોમાં યુદ્ધની ખાસ તાલીમ
ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ-2026’નું 22મું સંસ્કરણ મંગળવારથી શરૂ થયું છે. ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે આ અભ્યાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંયુક્ત કવાયતમાં ભારત અને અમેરિકાના લગભગ 600-600 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બંને દેશોના સૈન્ય અધિકારીઓએ જવાનોને સંબોધ્યા ભારતીય સેનાની તરફથી મેજર જનરલ અમરેશ ગુંજન, જી.ઓ.સી. 14 ઇન્ફન્ટ્રી ડિવિઝને જવાનોને સંબોધ્યા હતા. જ્યારે અમેરિકન સેનાની તરફથી 1st ઇન્ફન્ટ્રી બ્રિગેડ કોમ્બેટ ટીમ, 11th એરબોર્ન ડિવિઝનના કમાન્ડર કર્નલ બેન્જામિન જેકમેન હાજર રહ્યા હતા. આ સૈન્ય અભ્યાસ ઉત્તરાખંડના ઔલી અને રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એકસાથે યોજાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં સૈન્ય ક્ષમતા વધારવા પર ભાર ‘યુદ્ધ અભ્યાસ’નો મુખ્ય હેતુ ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે સંયુક્ત કામગીરીની ક્ષમતા અને પરસ્પર તાલમેલ વધુ મજબૂત કરવાનો છે. ખાસ કરીને પહાડી અને અર્ધ-પહાડી વિસ્તારોમાં ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (IBG)ના ઉપયોગ તથા ઇન્ફન્ટ્રી આધારિત ઓપરેશનની તાલીમ આપવામાં આવશે. બંને સેનાઓ એકબીજાની રણનીતિ સમજશે આ અભ્યાસ દરમિયાન ભારત અને અમેરિકાના સૈનિકો એકબીજાની રણનીતિ, ટેક્નોલોજી અને સૈન્ય કામગીરીની પ્રક્રિયાઓને સમજશે. આ ઉપરાંત સાથે મળીને આયોજન કરવાની અને સંયુક્ત રીતે સૈન્ય ઓપરેશન પાર પાડવાની ક્ષમતા પણ વધારવામાં આવશે. આ વખતના યુદ્ધ અભ્યાસમાં આધુનિક ટેક્નોલોજીનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવશે. સૈનિકોને દેખરેખ અને જાસૂસી સંબંધિત મિશનમાં ડ્રોન તથા ઓટોનોમસ સિસ્ટમના ઉપયોગની તાલીમ આપવામાં આવશે. મહાજન રેન્જમાં આધુનિક હથિયારોનું પ્રદર્શન રાજસ્થાનની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આધુનિક હથિયાર પ્રણાલીઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે. બંને દેશોના સૈન્ય નિષ્ણાતો નવી સૈન્ય ટેક્નોલોજી અને મલ્ટી-ડોમેન વોરફેર સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાના અનુભવો એકબીજા સાથે શેર કરશે. આ અભ્યાસ દ્વારા ભારત અને અમેરિકાની સેનાઓ અલગ-અલગ ભૌગોલિક અને ઓપરેશનલ પરિસ્થિતિમાં સાથે મળીને કાર્યવાહી કરવાની ક્ષમતા વધુ મજબૂત કરશે. મુશ્કેલ અને બદલાતી પરિસ્થિતિમાં બંને દેશોની સેનાઓ વચ્ચે વધુ સારો તાલમેલ રહે તે દિશામાં પણ આ કવાયત મહત્વપૂર્ણ છે. 2014થી ચાલી રહ્યો છે યુદ્ધ અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે યોજાતા આ સંયુક્ત યુદ્ધાભ્યાસને સામાન્ય રીતે ‘યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખવામાં આવે છે. તે બંને દેશોની સેનાઓ વચ્ચે યોજાતી વાર્ષિક દ્વિપક્ષીય સૈન્ય કવાયત છે. તેની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. ‘યુદ્ધ અભ્યાસ’નો મુખ્ય ઉદ્દેશ ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી એટલે કે સાથે મળીને સૈન્ય ઓપરેશન કરવાની ક્ષમતા વધારવાનો છે. આ દરમિયાન બંને દેશોના સૈનિકો એકબીજાની વ્યૂહરચના, હથિયાર પ્રણાલીઓ અને ઓપરેશનલ પ્રક્રિયાઓ વિશે જાણકારી મેળવે છે. આ પણ વાંચો: દુશ્મનોને પાઠ ભણાવવા માટે યુદ્ધ અભ્યાસની તૈયારી
Read full article on Sandesh