Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

યુવાનને શેરબજારમાં વધુ પૈસાની લાલચ આપી 86.25 લાખની ઠગાઈ:મહેસાણાના 3 શખ્સની ધરપકડ, પોલીસે 100% રકમ રિકવર કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
યુવાનને શેરબજારમાં વધુ પૈસાની લાલચ આપી 86.25 લાખની ઠગાઈ:મહેસાણાના 3 શખ્સની ધરપકડ, પોલીસે 100% રકમ રિકવર કરી
મોરબીના એક યુવાનને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપવામાં આવી હતી. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવીને સારો નફો પણ અપાવ્યો હતો. બાદમાં મોટી રકમનું રોકાણ કરાવવા માટે આંગડિયા પેઢી, યુપીઆઈ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 86,25,950 રૂપિયા મેળવી લેવાયા હતા. આ રીતે યુવાન સાથે ઠગાઈ કરાઈ હતી. પોલીસે આ ગુનામાં 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ઠગાઈથી મેળવેલી રકમની 100 ટકા રિકવરી પણ કરી છે. મોરબીના યુવાનને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવા માટે ચાર શખ્સોએ ખોટી સ્કીમો બતાવી હતી. રોહિત, લલિત અને સાગર પટેલે માધવ શેઠના એજન્ટ બનીને ફરિયાદીના દીકરાને ફોન કર્યા હતા. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવીને 9400 રૂપિયાનો નફો પણ અપાવ્યો હતો. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરવા માટે ફરિયાદીના દીકરા પાસેથી અલગ અલગ યુપીઆઈ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા 4,87,350 રૂપિયા મેળવ્યા હતા. આ ઉપરાંત, આંગડિયા પેઢી મારફતે આરોપી નચિકેત બળદેવ રબારીને હિંમતનગર ખાતે પીએમ આંગડિયામાં 81,48,000 રૂપિયા મોકલાવ્યા હતા. આમ, આરોપીઓએ કુલ 86,25,950 રૂપિયા મેળવી લીધા બાદ યુવાન સાથે ઠગાઈ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. રોહિતકુમાર, લલિત, સાગર પટેલ અને નચિકેત બળદેવ રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હાલમાં 3 આરોપીઓને પકડીને 61 લાખ રૂપિયા રોકડા સહિતની રકમ રિકવર કરી છે. આ કેસની વિગતો આપવા માટે એસપી મુકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, ડીવાયએસપી વિરલ દલવાડીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ ગુનાના આરોપીઓને પકડવા કાર્યવાહી કરી હતી. પોલીસે મહેસાણા જિલ્લાના કમાલપુર ગામના રહેવાસી નીતિન બળદેવ રબારી અને ભલા લાલા રબારી તેમજ મહેસાણા જિલ્લાના હિરાપુરા (નળુ) ગામના કશ્યપજી ઉર્ફે ચકો અમરશીજી ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીઓએ ઠગાઈ કરીને મેળવેલી રકમમાંથી 61 લાખ રૂપિયા રોકડા અને 25,25,950 રૂપિયા જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. આમ, પોલીસે 100 ટકા રકમની રિકવરી કરી છે. આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan