Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વલસાડમાં સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત:નવા ROB નીચે રેલવે ટ્રેક પર સ્લીપર નીચેથી મૃતદેહ મળ્યો, ઓળખ માટે તપાસ શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
વલસાડમાં સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત:નવા ROB નીચે રેલવે ટ્રેક પર સ્લીપર નીચેથી મૃતદેહ મળ્યો, ઓળખ માટે તપાસ શરૂ
વલસાડ શહેરમાં નવા ROB નીચે રેલવે ટ્રેક પર સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવક આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં RPF અને GRPની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી હતી. ઇન્ટરસિટી ટ્રેનની અડફેટે યુવકનું મોત મળતી માહિતી મુજબ, સુરત તરફથી બાંદ્રા તરફ જઈ રહેલી સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન વલસાડ નજીકથી પસાર થઈ રહી હતી. દરમિયાન નવા ROB નીચે રેલવે ટ્રેક પર એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનના પાયલોટે તાત્કાલિક રેલવે કન્ટ્રોલ રૂમ મારફતે વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. સ્લીપર નીચેથી મૃતદેહ મળતા તર્કવિતર્ક ઘટનાની જાણ થતાં RPF અને GRPની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે રેલવે ટ્રેક પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન વરસાદી પાણીની લાઇન નજીક મુકવામાં આવેલા રેલવે સ્લીપરની નીચેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સ્લીપરની નીચેથી મળી આવતા યુવક ત્યાં કેવી રીતે પહોંચ્યો અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે અનેક તર્કવિતર્ક ઉભા થયા હતા. CCTV સહિતની વિગતોના આધારે ઓળખના પ્રયાસ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક કોણ હતો અને તે રેલવે ટ્રેક પર કેવી રીતે પહોંચ્યો તે અંગે RPF અને GRP દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તેમજ અન્ય ઉપલબ્ધ વિગતોના આધારે મૃતકની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી છે. અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ આ બનાવ અંગે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળના ચોક્કસ સંજોગો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan