top
‘વેસુ, VIP રોડની જેમ વરાછાનો વિકાસ નથી થતો..’, સુરત મનપાની સભામાં અન્યાય થતો હોવાનો ભાજપના જ કોર્પોરેટરોનો આક્ષેપ
તાજેતરમાં મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ખુદ ભાજપના કોર્પોરેટરોએ જ અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વરાછા વિસ્તારના વિકાસને લઈને ભાજપના જ કોર્પોરેટરોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. વરાછામાં વિકાસનાં કામો પૂરતી ગતિએ થતાં ન હોવાનો આક્ષેપ કરીને કોર્પોરેટરોએ વિસ્તાર સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરી હતી. ABP અસ્મિતાના અહેવાલ અનુસાર, વરાછા વિસ્તારમાં વિકાસના કામો ન થતા હોવાનો અને રસ્તાઓ પર બેફામ થતા દબાણને તાત્કાલિક દૂર કરવાની ભાજપ કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ, હેતલ પટેલે વરાછા વિસ્તારમાં ...
Read full article on Khabarchhe