top
વીમા કંપનીના મેનેજર બની એજન્ટ કમિશન બચાવવાની લાલચ આપી ઠગાઈ:મરોલીમાં યુવક પાસેથી ₹46,131 પડાવ્યા, પોલીસે ગુનો નોંધ્યો
જલાલપોરના મરોલી બજારમાં સાયબર ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. રીલાયન્સ વીમા કંપનીના મેનેજર તરીકે ઓળખ આપી એક યુવક પાસેથી 46,131 રૂપિયાની છેતરપિંડી થઈ. મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. ચાવડા સોસાયટીમાં રહેતા વિજય ધાંઘળા (ઉ.વ. 35) સાથે આ ઠગાઈ થઈ. 24 થી 25 ઓગસ્ટ 2025 દરમિયાન અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો. ફોન કરનારે પોતાને રીલાયન્સ કંપનીનો મેનેજર ગણાવ્યો. ઠગબાજે વિજયભાઈને તેમનો પોલિસી નંબર મોકલી વિશ્વાસમાં લીધા. તેણે સીધા ટ્રાન્ઝેક્શન કરવાથી એજન્ટ કમિશન બચશે તેવી લાલચ આપી. આ લાલચમાં આવીને વિજયભાઈએ અલગ-અલગ તારીખે વોટ્સએપ QR કોડ દ્વારા કુલ 46,131 રૂપિયા જમા કરાવ્યા. ઠગાઈની જાણ થતા જ વિજયભાઈએ 25 ઓગસ્ટ 2025 ના રોજ મરોલી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. પીઆઈ એ. એન. ગાબાણી તપાસ કરી રહ્યા છે. પોલીસે નાગરિકોને અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવા અપીલ કરી.
Read full article on Divya Bhaskar