Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વિદેશ જવા ઈચ્છતા લોકોને અમદાવાદમાં મળશે ઈમિગ્રેશન સંબંધિત માર્ગદર્શન:વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સના દ્વારા ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસ શરૂ કરાઈ, વિઝા-ગ્રીન કાર્ડ માટે સલાહ મળશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
વિદેશ જવા ઈચ્છતા લોકોને અમદાવાદમાં મળશે ઈમિગ્રેશન સંબંધિત માર્ગદર્શન:વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સના દ્વારા ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસ શરૂ કરાઈ, વિઝા-ગ્રીન કાર્ડ માટે સલાહ મળશે
સુરતમાં સફળ કામગીરી બાદ ઈમિગ્રેશન ક્ષેત્રની જાણીતી ફર્મ 'વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ' દ્વારા અમદાવાદમાં પણ પોતાની ઈમિગ્રેશન એડવાઈઝરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ઓફિસ શરૂ થવાથી અમદાવાદ શહેર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના લોકોને વિદેશ અભ્યાસ, નોકરી, બિઝનેસ તેમજ કાયમી વસવાટ (PR) અંગે ઈમિગ્રેશન સંબંધિત કાયદાકીય માર્ગદર્શન મેળવવામાં સરળતા રહેશે. અમદાવાદમાં આયોજિત ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર અંજુ શાહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ઈમિગ્રેશન ક્ષેત્રે 25 વર્ષથી વધુ અનુભવ ધરાવતા એડવોકેટ વિપુલ જોશીએ વર્ષ 2024થી પોતાની સ્વતંત્ર ફર્મ શરૂ કરીને અત્યાર સુધીમાં 500થી વધુ લોકોને સફળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ફર્મ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવાઓ અને વિઝા માર્ગદર્શન દર મહિને તેઓ રૂબરૂ કન્સલ્ટેશન માટે ઉપલબ્ધ રહેશે: વિપુલ જોશી એડવોકેટ વિપુલ જોશીએ જણાવ્યું હતું કે, સુરત બાદ હવે અમદાવાદમાં દર મહિને તેઓ રૂબરૂ કન્સલ્ટેશન માટે ઉપલબ્ધ રહેશે. યોગ્ય અને લીગલ પ્રોસેસથી આગળ વધતા લોકોને વિઝા મેળવવામાં સરળતા રહે છે અને ભવિષ્યમાં કોઈ કાયદાકીય સમસ્યા સર્જાતી નથી. પ્રચલિત ટ્રેન્ડ મુજબ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે સૌપ્રથમ USA, ત્યારબાદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan