lifestyle
વેરાવળમાં PM મોદીના દીર્ઘાયુ માટે 101 બહેનોએ કરી મહાઆરતી:ભવાની ગરીબી ચોક ખાતે સત્સંગ અને પ્રાર્થના યોજી સ્વાસ્થ્યની કામના કરાઈ
વેરાવળના ભવાની ગરીબી ચોક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને લાંબા આયુષ્ય માટે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૧ બહેનો દ્વારા સમૂહમાં સત્સંગ મંડળ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાનું નિયમિત આયોજન હતું, પરંતુ આ વખતે ખાસ વડાપ્રધાનના દીર્ઘાયુ માટે આ કાર્યક્રમ યોજાયો. ૧૦૧ બહેનોએ એકત્રિત થઈને ભક્તિભાવપૂર્વક ભજન, કીર્તન અને ધૂન કર્યા હતા. તેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બહેનો દ્વારા એવી પ્રાર્થના કરવામાં આવી કે વડાપ્રધાન નિરોગી રહીને દેશની સેવા કરતા રહે. સત્સંગ પૂરો થયા પછી, વડાપ્રધાનના સારા આયુષ્યની કામના સાથે ૧૦૧ દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આરતી પછી તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભવાની કા લાલના મિત્રો અને તેમના પરિવારે મહેનત કરી હતી. આયોજન ભવાની મિત્ર મંડળ દ્વારા કરાયું હતું. અંકિત કોટેચા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અંકિત પરમાર, નીલેશ પરમાર, પાર્થભાઈ જેઠવા, અશ્વિનભાઈ ચુડાસમા, નીલેશભાઈ ગોહેલ અને મહેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar