Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Valsadના પારડી પાસે બોટ પલટી જતાં 7 લોકો ડૂબ્યા, માછીમારોની સમયસૂચકતાથી 6નો આબાદ બચાવ!

📰 Sandesh 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
Valsadના પારડી પાસે બોટ પલટી જતાં 7 લોકો ડૂબ્યા, માછીમારોની સમયસૂચકતાથી 6નો આબાદ બચાવ!
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કિનારે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં બોટ અચાનક પલટી મારી જતાં 7 લોકો ડૂબ્યા હતા. આ હૃદયકંપાવનારી ઘટનાના લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્થાનિક લોકો અને માછીમારો પોતાના જીવના જોખમે ડૂબી રહેલા લોકોને બચાવતા નજરે પડે છે. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને કિનારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. માછીમારોની સમયસૂચકતાથી 6 લોકોનો આબાદ બચાવ બોટ પલટતાં જ આસપાસના સ્થાનિક માછીમારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા અને સાહસ બતાવીને ડૂબી રહેલા સાત પૈકી 6 લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા. માછીમારો દ્વારા હાથ ધરવામાં આવેલી આ બચાવ કામગીરીના વાયરલ વિડીયોમાં તેમની બહાદુરીના દર્શન થાય છે, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી શકી છે. બચાવાયેલા લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુમ થયેલા બાળકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન આ દુર્ઘટનામાં બોટમાં સવાર 1 બાળક હજુ પણ લાપતા હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પારડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક માછીમારોના કાફલા દ્વારા સંયુક્ત રીતે સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બાળકની વહેલી તકે ભાળ મળે તે માટે નૌકાઓ અને ખાસ સાધનોની મદદથી શોધખોળ વધારી દેવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan