Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Vadodara News: ગણેશ વિસર્જન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 25 હજારથી વધુ મૂર્તિઓનું થશે વિસર્જન

📰 Sandesh 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
Vadodara News: ગણેશ વિસર્જન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 25 હજારથી વધુ મૂર્તિઓનું થશે વિસર્જન
વડોદરા શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવાતા ગણેશોત્સવના અંતિમ ચરણમાં 25 સપ્ટેમ્બરના રોજ 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. નાગરિકો સરળતાથી અને પર્યાવરણની જાળવણી સાથે વિસર્જન કરી શકે તે માટે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 11 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પાર પડે તે માટે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા દળોની સઘન તૈનાતી ગણેશ વિસર્જનની સંવેદનશીલતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના માર્ગદર્શન હેઠળ વિશાળ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 1 જોઈન્ટ પોલીસ કમિશનર, 8 DCP અને 1 ડઝનથી વધુ ACP સ્તરના અધિકારીઓ, 2 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે SRPF, CISF અને BSF સહિતના વધારાના સુરક્ષા દળોની પણ વિશેષ મદદ લેવામાં આવશે. ટેક્નોલોજી અને સીસીટીવી દ્વારા અત્યાધુનિક મોનિટરિંગ શહેરના 1,800થી વધુ લાઇસન્સ પ્રાપ્ત ગણેશ મંડળો અને વિસર્જન માર્ગો પર પોલીસની ખાસ બાજ નજર રહેશે. કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરા, ડ્રોન અને જીપીએસ સિસ્ટમની મદદથી સમગ્ર વિસર્જન પ્રક્રિયા પર સતત વોચ રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તેમજ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ખાસ ડાયવર્ઝન અને આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરની નાગરિકોને અપીલ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, તમામ લોકો અફવાઓથી દૂર રહે અને શહેરમાં શાંતિ તથા ભાઈચારો જાળવી રાખવામાં સહયોગ આપે. વિસર્જનયાત્રા કે તેની આસપાસના વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે બાબત જણાઈ આવે તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: Vadodara મહાનગરપાલિકા સંચાલિત 400થી વધુ આંગણવાડીઓ 7 દિવસથી દૂધથી વંચિત!
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan